આજે ઈન્કમટેકસ વિભાગે એકશન લેતા કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.રાજકોટ અને અમદાવાદની ટીમ દ્વારા ગાંધીધામના વિખ્યાત નિલકંઠ ગ્રુપ પર આજે આવકવેરા વિભાગે તવાઈ ઉતારી તપાસનો ધમધમાટ શ કરતાં એકસપોર્ટરોમાં ટેન્શન વ્યાપી ગયું છે.
લોકડાઉન પછી આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે.તાજેતરમાં ગોધરા,ડાકોર અને વડોદરામાં અર્ધો ડઝનથી વધુ જગ્યાએ દરોડા પાડી કરોડો પિયાની કરચોરી ઝડપી લીધી હતી.ત્યારબાદ આજે વહેલી સવારથી ગાંધીધામમાં આવેલા અને મીઠાના ઉદ્યોગમાં પાયોનેટ ગણાતા નિલકંઠ ગ્રુપ્ની ઓફિસ,ઘર સહિતના સ્થળો આવકવેરા વિભાગની રડારમાં આવ્યા છે.આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદની ટીમ ઉપરાંત જામનગર અને રાજકોટના અધિકારીઓ પણ જોડાયા છે.
આ સર્ચ ઓપરેશન માટે ગઈકાલે જ અમદાવાદથી ટીમ રાજકોટ આવી પહોંચી હતી.
આજે વહેલી સવારે જાણીતા બિઝનેસમેન અરજણભાઈ,શામજીભાઈ,ખીંગારભાઈ અને તેજાભાઈ કાનગડના ધંધાકિય એકમો પર આવકવેરા વિભાગ ત્રાટકયું હતું જેમાં તેમની ગાંધીધામમાં ઝંડા ચોક પર આવેલ નિલકંઠ સોલ્ટ વર્ક,ઓસ્લો વિસ્તારમાં આવેલ નિવાસસ્થાન અને અંજાર રોડ પર આવેલ શૈક્ષણિક સંકૂલ પર તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ કંડલા પોર્ટ પર નિલકંઠ સોલ્ટ વર્કસના નામથી તેઓ વર્ષોથી મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.આ ઉપરાંત ઓઈલના પ્લાન્ટ કચ્છમાં આવેલ મુન્દ્રા ખાતે ગોડાઉનનો વેપાર તેમજ જમીનના મોટાગજાના ધંધાર્થી ગણાય છે.આજે સવારથી ઈન્કમટેકસના દરોડાના પગલે કચ્છના વેપાર ઉદ્યોગ લોબીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


