By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અર્ણવ ગોસ્વામીની ધરપકડ ‘પ્રેસની આઝાદી પર હુમલો’ કે ‘અર્ણવનો વ્યક્તિગત મામલો?’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અર્ણવ ગોસ્વામીની ધરપકડ ‘પ્રેસની આઝાદી પર હુમલો’ કે ‘અર્ણવનો વ્યક્તિગત મામલો?’
GeneralNational

અર્ણવ ગોસ્વામીની ધરપકડ ‘પ્રેસની આઝાદી પર હુમલો’ કે ‘અર્ણવનો વ્યક્તિગત મામલો?’

HM News
Last updated: 10/11/2020 8:18 AM
HM News
5 years ago
Share
SHARE

અર્ણવ ગોસ્વામી અને ઉદ્ધવ ઠાકરે

રિપબ્લિક ટીવી ચેનલના સંપાદક (ઍડિટર-ઇન-ચીફ) અર્ણવ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં પણ આ મામલે ચર્ચા થઈ રહી છે.એક તરફ મોદી સરકારના કેન્દ્રીય મંત્રીઓએ આ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધીને ઘટનાને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો ગણાવી છે.

અત્રે નોંધવું કે અર્ણવ ગોસ્વામી સામે ઘણાં રાજ્યોમાં એફઆઈઆર દાખલ થયેલી છે.પાલઘરમાં બે સાધુ અને એક ડ્રાઈવરના મૉબ લિન્ચિંગ મામલે અર્ણવના શોમાં કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે કરાયેલી ‘આપત્તિજનક ભાષા’ને લઈને પણ એક એફઆઈઆર થઈ છે.આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.બીજી તરફ અન્ય વ્યક્તિઓ પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહી છે. વળી આ મુદ્દે પત્રકારો પણ પોતાની વાત કહી રહ્યા છે.

વરિષ્ઠ પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ આ વિશે ટ્વીટર પર લખ્યું કે અર્ણવ જે કરે છે એ કોઈ પણ પ્રકારનું પત્રકારત્વ નથી.તેમણે રિયા સામે વેરઝેરની નીતિ અપનાવી. મોદી સરકાર ઇચ્છે તેમને ટાર્ગેટ કર્યાં.પણ જે રીતે તેમની ધરપકડ થઈ એ ખોટું છે.જોકે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે પોલીસ કાયદા મુજબ કાર્યવાહી કરે છે.મહારાષ્ટ્રમાં કાયદાનું રાજ છે.એક અન્ય પત્રકાર અનુશા રવિ સૂદે લખ્યું રિપબ્લિકના સંપાદક અર્ણવ ગોસ્વામી માટે આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં કેન્દ્રીય મંત્રીઓ સમર્થનમાં આવી ગયા છે. પણ જ્યારે અન્ય પત્રકારો સામે હુમલા થાય છે અને તેમને કામ કરવાથી રોકવામાં આવે છે ત્યારે આ મંત્રીઓ ક્યાં ગાયબ થઈ જાય છે?

તેમણે આ ટ્વિટ સાથે કેન્દ્રીય મંત્રીઓના ટ્વીટના સ્ક્રિનશૉટ પણ મૂક્યા છે.

બીજી તરફ એક અન્ય મહિલા પત્રકાર પાલકી શર્માએ ટ્વીટ કર્યું કે તમે અર્ણવ સાથે અસંમત હોવ પણ તેમની ધરપકડ ખોટી રીતે થઈ છે. આ ખોટું છે. સત્તાના રખેવાળે આવું ન કરવું જોઈએ.દરમિયાન કેટલાક ટ્વીટર યુઝર પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.ઉમંગ નામના યુઝરે લખ્યું, શું આપણે લોકશાહીમાં રહીએ છીએ?
જોકે એક યુઝર મોહમદ થાવરે જે કેસમાં અર્ણવ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે.તે કેસ સાથે સંકળાયેલ પીડિત પરિવારની તસવીર મૂકી છે અને તેમાં પરિવારની વાત લખી છે.

તેમણે લખ્યું, અન્વય નાઇકનો પરિવાર – “અર્ણવની ધરપકડથી અમે ખુશ છીએ.અગાઉ કેસ પાછો ખેંચી લેવા અમારી પર દબાણ કરાયું હતું.મારા પતિએ નાણાં ચૂકવવા અર્ણવને ઇમેલ કર્યો હતો અને એ જીવન મરણનો સવાલ હતો પિતાજીને ન મળ્યા.”

અત્રે નોંધવું કે આ સિવાય મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની સહિતના મંત્રીઓએ પ્રતિક્રિયા આપી ઘટનાને વખોડી છે.
વળી ગૃહ મંત્રી અમિત શાહે પણ આ ઘટનાને પ્રેસની આઝાદી પર હુમલા સમાન ગણાવતું ટ્વિટ કર્યું હતું.દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા.બીજી તરફ સુધિર સૂર્યવંશી નામના યુઝરે ટ્વિટ કરી લખ્યું કે મહારાષ્ટ્રના પત્રકાર એસોસિયેશને ઘટનાને વખોડી નથી. તેમનું કહેવું છે કે આ અર્ણવનો વ્યક્તિગત મામલો છે અને અભિવ્યક્તિની આઝાદી સાથે તેને કંઈ લેવાદેવા નથી.વળી રવિન્દ્ર પુટ્ટેવર નામના યુઝરે લખ્યું,”આ સારો નિર્ણય છે. રિપોર્ટિંગના નામે કોઈની પણ પાસે સરકારને બ્લૅકમેલ કરવાનો કે કોઈને આત્મહત્યા કરવા પ્રેરવાનો અધિકાર ન હોવો જોઈએ.”

તદુપરાંત એક તરફ કેટલાક ટ્વિટર યુઝર્સ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક નિર્ણયને યોગ્ય પણ ઠેરવી રહ્યા છે.અર્ણવ ગોસ્વામીની જ્યારે સવારે ધરપકડ થઈ ત્યારે તેમણે પોલીસે તેમની સાથે દુર્વ્યવહાર કર્યાના આરોપ પણ લગાવ્યા હતા જેને મુંબઈ પોલીસે ફગાવ્યા હતા.અર્ણવ ગોસ્વામીની ધરપકડને લઈને સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રની શિવસેના-એનસીપી-કૉંગ્રેસ સરકાર પર સવાલ કરવામાં આવી રહ્યો છે.સોશિયલ મીડિયામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અભિવ્યક્તિની આઝાદી પર સ્ટેન્ડ નથી લઈ રહ્યાં તેવી વાત થઈ રહી છે ત્યારે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાનો મત આપ્યો છે.

હાર્દિક પટેલે કહ્યું કે, તમે કઈ અભિવ્યક્તિની આઝાદી પર નિંદા કરો છો? ગુજરાતમાં મે સત્તા સામે અધિકારની માગ કરી તો મારા પર અલગ અલગ 32 ખોટાં કેસ કરવામાં આવ્યા, મહેસાણા જિલ્લામાં પ્રવેશ નથી કરવા દેવાતો, ગુજરાતની બહાર નથી જવા દેવામાં આવતો.શું આ બદલાની ભાવના નથી,મારી અભિવ્યક્તિની આઝાદીનું શું? જોકે ઘણા એ પણ સવાલ કરી રહ્યા છે કે શું આ અર્ણવનો વ્યક્તિગત મામલો છે કે પછી સાચે જ પ્રેસની સ્વતંત્રતા પર હુમલો છે?

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અર્ણવ ગોસ્વામી : મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપનો હાથો કે શિવસેનાનો બદલો?
Next Article BJP સામે બધા એક્ઝિટ પોલ સાબિત થયા પાંગળા, ‘બ્રાંડ મોદી’નો દબદબો યથાવત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up