ભારતમાં કોરોનાવાયરસ સંક્રમણનાં કુલ કેસો 97 લાખનાં આંકડાને પાર કરી ગયા છે.દેશભરમાં છેલ્લા 24 કલાકમાં Covid-19 નાં કુલ 26,567 નવા કેસ નોંધાયા છે.આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસનાં કારણે 385 લોકોનાં મોત પણ થયા છે.હવે દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કુલ કેસો 97,03,770 સુધી પહોંચી ગયા છે,જ્યારે કુલ મૃત્યુઆંક 1,40,958 પર પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 39,045 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે અને સારવાર બાદ તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.અત્યાર સુધીમાં,કુલ 91,78,946 લોકો કોરોના વાયરસનાં સંક્રમણથી ઠીક થવામાં સફળ રહ્યા છે.એટલે કે,નવા ચેપગ્રસ્ત લોકોમાંથી સ્વસ્થ થત દર્દીઓની સંખ્યા વધુ છે.દેશમાં હાલમાં 3,83,866 કેસ સક્રિય છે.
દેશમાં કોરોના વાયરસનાં કેસમાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે.એક દિવસ પહેલા, સોમવારે, Covid-19 નાં કુલ 32,981 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 391 લોકોનાં મોત નીપજ્યાં હતાં.આજે બંને આંકડામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ કોરોના કેસો નોંધાયેલા પાંચ રાજ્યોમાં કેરળ (3,272), મહારાષ્ટ્ર (3,075), પશ્ચિમ બંગાળ (2,214), રાજસ્થાન (1,927) અને દિલ્હી (1,674) નો સમાવેશ થાય છે.

