ખેડૂત આંદોલનના અનુસંધાને ભારત બંધના એલાનને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમર્થન કર્યું છે ત્યારે આજે દિલ્હી પોલીસે મુખ્યમંત્રી કેજરીવાલને નજરકેદ કરી દીધા હોવાનું દાવો આમ આદમી પાર્ટીએ કર્યો છે.પાર્ટીએ એવું ટવીટ કર્યું છે કે અરવિંદ કેજરીવાલ ગઇકાલે આંદોલનકારી ખેડૂત નેતાઓને મળીને પરત આવ્યા ત્યારથી જ પોલીસ તેમના નિવાસસ્થાને કોઇને જવા દેતી નથી કે નિવાસસ્થાનમાંથી કોઇને બહાર આવવા દેતી નથી.

