દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે સિંધુ બોર્ડર પર કિસાનો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા.આ દરમ્યાન તેમણે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને તેઓ એક સેવાદારની રીતે કિસાનોની સેવા માટે આવ્યો છું.કેજરીવાલના આ સેવાદારના નિવેદન પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તેમને આડેહાથ લીધા હતા.
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે દિલ્હીના સિમેને ઘઉં અને અનાજ વચ્ચેનો ફરકતો ખબર છે નહિ અને પોતાને સેવાદાર ગણાવે છે.એટલું જ નહીં પંજાબના સીએમએ સિંધુ બોર્ડર પર કિસાનો સાથે કેજરીવાલની મુલાકાતને રાજકીય નાટક ગણાવ્યું હતું.
કેપ્ટન કહ્યું કે કેજરીવાલ એવા વ્યક્તિ છે જેમણે કેન્દ્ર સરકારના ત્રણેય વિવાદાસ્પદ કાયદાઓને દિલ્હીમાં અમલમાં મુકવા સેજ પર મોડું નથી કર્યું અને જાહેરમાં આ મામલે પોતે મજબૂર હોય તેવું જાહેર કર્યું.આવી વ્યક્તિનું પોતાને ઇસનોનું સેવાદાર કહેવું એક જુઠ્ઠાણું છે.

