કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે.ખેડુતો દ્વારા આજે ભારત બંધનું એલાન આપ્યું છે.ત્યારે ગુજરાતમાં હાલ મિશ્ર પ્રતિસાદ સાથે રાબેતા મુજબ ચાલુ જોવા મળી રહ્યું છે.જો કે કોંગ્રેસ દ્વારા કેટલાક સ્થળો પર આક્રમક વિરોધ સાથે ટાયરો સળગાવવા તેમજ ચક્કાજામ કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.ગુજરાતમાં હાલ ખેડૂતો દ્વારા જાહેર કરાયેલા ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે.ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં તેનો આક્રમક વિરોધ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં કેટલાક સ્થળો પર કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.કોંગ્રેસના આક્રમક વિરોધ વચ્ચે ઠેર-ઠેર નેતાઓની અટકાયત કરવામાં આવી છે.ભારત બંધના એલાનને લઇને ગાંધીનગર ખાતે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર, સંતરામપુરમાં પૂર્વ ધારાસભ્ય જી.એમ ડામોર,અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા કમળાબેન ચાવડા ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડવાલા નજરકેદ કરવામાં આવ્યાં છે.તમામના ઘરની બહાર પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલી શહેરના વેપારીઓને બંધ રાખવા વિનંતી કરવા નીકળ્યા હતા.જોકે,પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે તુ તુ મે મે થઈ હતી.કેટલાક કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.પરેશ ધાનાણી પોતાનું સ્કુટર લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નિકળી જતા પોલીસ જોતી રહી ગઈ.અમરેલી શહેરમાં પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે પકડા પકડી થઈ હતી.તેમજ અંતે તેમની અટકાયત કરી લેવામાં આવી છે.
મોડાસામાં વિરોધ કરતા પહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.જિલ્લા પ્રમુખ,ધારાસભ્ય સહિત 50 કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ છે.જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય અને હોદ્દેદારોને નજરકેદ કરાયા છે.
સુરેન્દ્રનગરમાં પાટડી દસાડાના ક્રોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીની પોલીસે અટકાયત કરી છે.નૌશાદ સોલંકી આજે ખેડૂતોના સમથૅનમાં પોતાના વિસ્તારમાં હાઈવે ચક્કાજામ કરવાના હતા.નૌશાદ સોલંકીની અટકાયત કરી ઝીંઝુવાડા પોલીસ મથકે લઈ જવાયા છે.


