નવીદિલ્હી, તા.9 : પોતાના લેખ અને ધર્મ ઉપર કટાક્ષ તેમજ વિવાદિત ટીપ્પણીઓને લઈને પ્રકાશમાં રહેનારી લેખિકા તસલીમા નસરીને બાંગ્લાદેશના ધર્મસ્થાનોમાં દરરોજ બળાત્કાર થઈ રહ્યાના આરોપ લગાવ્યા છે.તસલીમાએ લખ્યું કે બાંગ્લાદેશમાં દરરોજ મસ્જિદ-મદ્રેસાઓમાં બળાત્કાર થઈ રહ્યા છે.અલ્લાહના નામે અહીં બળાત્કાર થઈ રહ્યા છે.મદ્રેસાના બળાત્કારી-શિક્ષક,બળાત્કાર-મસ્જિદના ઈમામોનું માનવું છે કે જો તેઓ પાંચ વખતની નમાઝ પઢશે તો તેના ગુના માફ થઈ જશે પરંતુ એવું નથી.ઉલ્લેખનીય છે કે તસલીમા નસરીન ધર્મના નામે થનારા પાખંડોને લઈને હંમેશા પોતાનો અવાજ ઉઠાવે છે.તેને લઈને કટ્ટરપંથીઓએ અનેક વખત તેના વિરુદ્ધ ફતવા જારી કરીને હત્યાની ધમકી પણ આપી છે.આ જ કારણ છે કે તેણે પોતાના જ દેશ બાંગ્લાદેશને છોડીને ભારતમાં સ્થાયી થવું પડ્યું છે

