સૈફ અલી ખાનના નિવેદનને લઈને હવે તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.વર્લ્ડ હિન્દુ ફેડરેશનના દિલ્હી રાજ્યના પ્રમુખ રાજેશ તોમારે દિલ્હીમાં સૈફ અલી ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.રાજેશ તોમારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે સૈફ અલી ખાને જાણી જોઈને આ ટિપ્પણી કરી છે.અભિનેતા દ્વારા અપાયેલા આ નિવેદનમાં કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.અને આ નિવેદન પછી સમાજમાં શાંતિને ખલેલ થઈ શકે છે.
ફિલ્મ ‘આદિપુરુષ’ વિવાદોમાં ઘેરાયેલી હોય એમ નજરે આવે છે.મહારાષ્ટ્ર ભાજપના નેતા રામકદમે
કહ્યું છે કે જો ફિલ્મ હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો ભાજપ તેને સહન કરશે નહીં.રામકદમે પોતાના નિવેદનમાં અભિનેતા સૈફ અલી ખાન અને ડિરેક્ટર ઓમ રાઉતને ધમકી આપી હતી.રામકદમે કહ્યું કે જો ફિલ્મ હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે તો ભાજપ તેને સહન કરશે નહીં.રામકદમે ડિરેક્ટર ઓમ રાઉતે સંબોધન કરતાં કહ્યું હતું કે ‘તમે એક તાનાજી ફિલ્મ બનાવી હતી જેની આખા વિશ્વમાં પ્રશંસા કરવામાં આવી હતી કારણ કે આ ફિલ્મ હિન્દુ ઓઝ અને મરાઠી અસ્મિતાને ન્યાય આપે છે,પરંતુ જો આદિપુરષમાં નસકારાત્મક ભૂમિકામાં રાવણને બતાવવાની મંજૂરી આપવામાં આવશે અને જો દેવી સીતાનું અપહરણ યોગ્ય ઠેરવવામાં આવે તો તે ભાજપ તરફથી કોઈપણ કિંમતે ચલાવવામાં આવશે નહીં.
જો કે આ નિવેદન બાદ સૈફ અલી ખાને એક નિવેદન જારી કરીને માફી પણ માંગી છે.જેમાં તેમણે કહ્યું કે, ‘મને સમાચાર મળ્યા છે કે ઇન્ટરવ્યૂમાં મારા નિવેદનને કારણે લોકોની લાગણી દુભાય છે.મારો આ ઇરાદો ક્યારેય નહોતો.હું બધાની નિષ્ઠાપૂર્વક માફી માંગું છું અને મારું નિવેદન પાછું ખેંચું છું.મારા માટે ભગવાન રામ હંમેશાં ધાર્મિકતા અને વીરતાનું પ્રતીક રહ્યા છે.

