રાજયમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.કોરોનાની મહામારી વચ્ચે માનસિક સમસ્યાઓના કિસ્સાઓ વધી રહ્યા છે.કોરોના થવાના ડરથી ઘણા લોકો તણાવમાં આવીને માનસિક સંતુલન ગુમાવી દેતા હોવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ત્યારે રાજકોટમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને પહોંચીને ફરિયાદ કરી કરી કે,તેના લગ્ન પાંચ દિવસ પહેલા થાય છે,તે લગ્નમાં ઘણા મહેમાનોને મળ્યો છે.હવે લગ્નના પાંચ દિવસ થાય છતાં પણ કોરોનાનાં ડરના કારણે પત્ની સાથે સંબંધ બાંધી શકતો નથી.
આ યુવકનું કાઉન્સેલિંગ કરતા તેને કહેવામાં આવ્યું હતું કે,મનથી કોઈ આવેગિક મુશ્કેલી હોય તો મનોનપુસંકતા અને મંદકામુકતા આવે છે.ત્યારબાદ યુવકના મનમાં રહેલા કોરોનાનાં ભયને દૂર કરીને કાઉન્સિલરો દ્વારા યુવકને સુખી વૈવાહિક જીવન જીવવા માટે મનથી મજબુત બનાવવામાં આવ્યો હતો.
આવો બીજો કિસ્સો સામે આવ્યો છે.જેમાં પતિએ કાઉન્સેલર પાસે જઈને કહ્યું હતું કે,મારા લગ્નના સાત દિવસ થયા છે પરંતુ લગ્ન બાદ મારી પત્ની નાના બાળકની જેમ સતત રડયા કરે છે અને પથારીમાં જ લઘુશંકા કરે છે. આ ઉપરાંત જ્યારે પત્નીને ડૉક્ટર પાસે લઈ જવાની વાત કરું છું ત્યારે તે ડૉક્ટર પાસે આવવાની પણ ના પાડે છે.
આ બાબતે કાઉન્સિલરે કહ્યું હતું કે,પત્નીને કોઈ બાબતે રુચિ ન હોય અને કોઈ ક્રિયા પરાણે કરવામાં આવે તો પણ આ સમસ્યા સર્જાય શકે છે,એટલે પહેલા પત્ની સાથે પહેલા વાતચીતથી અનુકૂલન કરવું અને ત્યારબાદ તેની સાથે જાતીયસંબંધ બાંધવામાં આવે તો આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.
આ ઉપરાંત એક યુવતી તેની બહેનની સમસ્યા લઈને કાઉન્સેલર પાસે આવી હતી.યુવતીનો સવાલ એ હતો કે,તેની બહેનને ત્રણ વખત કસુવાવડ થઇ છે. કસુવાવડના કારણે પરિવારના સભ્યોએ પૂજાપાઠ,ભૂવાની પાસે દોરા-ધાગા કરાવ્યા છે પરંતુ કોઈ ફરક પડતો નથી,એટલે બહેન એવું માને છે કે,તે મા નથી બની શકશે નહીં.એટલે આ બાબતે કોઈ બહેનને માનસિક સમસ્યા હશે.આ બાબતે કાઉન્સેલિંગ કરતા કહેવાયુ હતું કે,જે સ્ત્ર્રી પોતાના માટે ખરાબ,અભાગણી,મા બનવાને લાયક નથી તેવું વિચારે તે સ્ત્ર્રીમાં પોતાની રીતે જ ગર્ભપાત થતો હોય છે.આ સ્ત્રીને મનની શાંતિ અનુભવે તે પ્રકારે પરિવારના સભ્યો વર્તન કરે તો તેની આ સમસ્યા દૂર થઇ શકે છે.


