બરેલી : બરેલીના પ્રેમનગર પોલિસ સ્ટેશનની હદમાં મુસ્લિમ સમાજની એક છોકરીના અપહરણનો આરોપ એક હિંદુ છોકરા પણ લાગ્યો છે.પોલિસે કેસ નોંધીને છોકરીને પકડી પાડી છે.અંબીશાના પિતા શાહીદ મિંયાનું કહેવું છે કે તેની પુત્રી મનોજ સકસેનાને ત્યાં કામ કરતી હતી.તેને અમન નામનો છોકરો ભગાડી ગયો હતો.અલીશાના પિતાએ જણાવ્યું કે એક ડીસેમ્બરે તેની દિકરી બેંકમાંથી પૈસા ઉપાડવા ગઇ હતી ત્યારથી પાછી નથી આવી.ત્યાર પછી તેણે મનોજ સાથે વાત કરી તો મનોજે તેને અલીશા સાથે મેળવી આપવાનું કહ્યું પણ પછી તેણે પોતાનો ફોન બંધ કરી દીધો.ત્યાર પછી અલીશાના પિતાએ ૫ ડીસેમ્બરે પ્રેમનગર પોલિસ સ્ટેશનમાં જાણ કરી કે તેની દિકરીનું મનોજ અને અમને અપહરણ કરી લીધું છે. પોલિસે ઘટનાને ગંભીરતાથી લઇને તાત્કાલિક એફઆઇઆર નોંધીને છોકરીની તપાસ શરૂ કરી અને ૬ ડીસેમ્બરે પોલિસે છોકરીને શોધી કાઢી.
અલીશાના પિતાનું કહેવું છે કે પોલિસ અને અમન તરફી લોકોએ અલીશા પર બહુ દબાણ કર્યુ છે.પોલિસે તેમને એકવાર પણ અલીશાને મળવા નથી દીધા તેનું કહેવું છે કે અલીશા કેવી પરિસ્થિતીમાં છે અને કયાં છે તે તેને ખબર જ નથી.અલીશાની માં નું કહેવું છે કે તેને બીક છે કે કયાંક અમન તેની પુત્રીનું ખુન ન કરી દે.
આ બાબતે સીટી પોલિસ એસ પી રવિન્દ્ર કુમારે કહ્યું કે ૬ ડીસેમ્બરે પોલિસે અલીશાને ઝડપી લીધા પછી તેનું મેડીકલ ચેકઅપ કરાવ્યા પછી કોર્ટમાં તેનું બયાન કરાવ્યું હતું.રવિન્દ્ર કુમારે જણાવ્યું કે છોકરો અને છોકરી બંને વયસ્ક છે અને છોકરીએ કોર્ટમાં છોકરાના પક્ષમાં બયાન આપ્યું પછી કોર્ટે અલીશાને અમન સાથે તેના ઘરે મોકલી આપી.તેમણે જણાવ્યું કે આમાં ધર્મપરિવર્તનની કોઇ વાત જ નથી.

