મુંબઈ : શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો પવાર સર ‘યુપીએ’ વિપક્ષી મોરચાના ચેરમેન બને તો અમને ખુશી થશે પરંતુ મેં સાંભળ્યુ છે કે તેમણે ખુદે આ માટે ‘ના’ પાડી છે.જો સત્તાવાર રીતે આવો કોઈ પ્રસ્તાવ આવશે તો અમે તેનું સમર્થન કરીશુ.કોંગ્રેસ અત્યારે કમજોર છે તો વિપક્ષી દળોએ સાથે મળીને યુપીએ મોરચાને મજબૂત બનાવવા પડશે તેમ સંજય રાઉતે જણાવેલ.


