શ્રીનગર, તા.૧૧: શ્રીનગરના પ્રિન્સીપાલ સેશન્સ જજે પોતાના અણધાર્યા આદેશમાં એક જામીન અરજી પર ગયા સોમવારે સુનાવણી કરવામાં અસમર્થતા જાહેર કરી હતી.જજનો દાવો છે કે તેમને જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટના જજનો ફોન આવ્યો હતો અને આ કેસમાં જામીન ન આપવાનો નિર્દેશ અપાયો હતો.
૭ ડીસેમ્બર ૨૦૨૦ના આદેશમાં પ્રિસીપાલ સેશન્સ જજ અબ્દુલ રાશિદ મલિકે કહ્યું હતું,આ અરજી મારી પાસે આજે સુનાવણી માટે આવી હતી.સવારે નવ વાગીને એકાવન મીનીટે મને ફોન આવ્યો હતો,જે તારિક અહમદ મોટાનો હતો,તે જસ્ટીસ જાવેદ ઇકબાલ વાનીના સેક્રેટરી છે.આ વાત મલિકે એ જામીન અરજીનો હવાલો આપતા કહી જેમાં શેખ સલમાન નામનાં શખ્સ પર રણવીર પેનલ કોર્ટની કલમો હેઠળ કેસ નોંધાયો હતો.
ઓર્ડરમાં આગળ જણાવાયું કે મોબાઇલ દ્વારા મને એમ કહેવાયું કે મને જસ્ટીસ જાવેદ ઇકબાલ બનીએ આપને એ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ કર્યો છે કે શેખ સલમાનને કોઇ પણ હિસાબે જામીન ન મળે.જો કોઇ આગોતરા જામીનની અરજી હોય તો પણ આમ જ થવું જોઇએ.
જસ્ટીસ મલિકે કહ્યું, ‘એટલે આગળ બતાવેલ કારણોના લીધે હું આ સુનાવણી કરવાની અસમર્થતા જાહેર કરૂ છું.આ અરજી સંબંધિત જયુડીશ્યલ રજીસ્ટ્રાર (હાઇકોર્ટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર)ને જમા કરાવી દેવાઇ છે.જેમાં વિનંતી કરાઇ છે કે તેને ચીફ જસ્ટીસો સમક્ષ મૂકવામાં આવે કેમ કે તેમાં કોઇ વ્યકિતની આઝાદી સામેલ છે.

