ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને આજથી તેને વધુ ઉગ્ર બનાવવામાં આવ્યું છે પરંતુ હવે ખેડૂત આંદોલનમાં ભંગાણ જેવી સ્થિતિ સર્જાઇ હોવાના સંકેતો મળી રહ્યા છે.આંદોલનના મુદ્દા પર ખેડૂતોમાં પણ આંતરિક વિભાજન હોય તેવું દેખાઈ રહ્યું છે.
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ મહેન્દ્રસિંહ તેમજ રાષ્ટ્રીય પ્રવક્તા સતીશ ચૌધરી સહિત ત્રણ જેટલા નેતાઓએ રાજીનામાં આપી દીધા છે.કિસાન યુનિયન ના રાષ્ટ્રીય પ્રમુખ ઠાકોર ભાનુ પ્રતાપ સિંહ ના કેટલાક નિર્ણયો સાથે આ નેતાઓ સંમત નથી અને તેને પગલે મતભેદો સર્જાયા હોવાનું બહાર આવ્યું છે.
આમ હવે ખેડૂત આંદોલન માં મતભેદો સપાટી પર આવી રહ્યા છે અને ત્રણ મોટા નેતાઓએ રાજીનામાં આપી દેતાં આંદોલન નબળું પડશે તેમ પણ માનવામાં આવી રહ્યું છે જોકે આંદોલનકારી ખેડૂતો વધુ ઉગ્ર પ્રદર્શન કરવા માટે કટિબદ્ધ દેખાઈ રહ્યા છે.
એવું બહાર આવ્યું છે કે ગઈકાલે રાજીનામા ધરી દેતાં આ ત્રણેય નેતાઓ ધરણાંના સ્થળ પર પણ ગયા ન હતા.એમણે પોતાના રાજીનામા રાષ્ટ્રીય અધ્યક્ષ ને સોંપી દીધા હતા.અધ્યક્ષના કેટલાક નિર્ણયો સાથે તેમણે અસંમતિ દશર્વિી હતી.

