[weather_data]
Breaking News
TRENDING NEWS

દિયોદરના R&Bના પેટા વિભાગ અધિકારી પાસેથી રૂ. 73.13 લાખની અપ્રમાણસર મિલકત મળી

[updated_date] [post_views]

Table of Content

પાલનપુર : દિયોદરના માર્ગ અને મકાન વિભાગના પેટા વિભાગ પેટા અધિકારી અધિક મદદનીશ ઈજનેર અગાઉ જંગલ કટિંગની કામગીરીનું બિલ મંજૂર કરવા રૂ. 40,000ની લાંચ ઝડપાયા હતા.જેઓની પાસેથી રૂ. 73.13 લાખની બેનામી મિલ્કત મળતાં એસીબીએ ગુનો નોંધ્યો હતો.દિયોદર મદદનીશ ઈજનેર રાહુલકુમાર બાબુલાલ પટેલ વર્ગ-3 માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગ અગાઉ જંગલ કટિંગની કામગીરીનું બિલ મંજુર કરવા માટે રૂ. 40,000 ની લાંચ ઝડપાયા હતા.જેઓ ફરજમોકૂફ અને 126 દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

તેઓના રાજ્યસેવક તરીકેના હોદ્દા,વર્ગ અને કાયદેસરની ફરજના ભાગરૂપે મળતા પગાર અને ભથ્થા ઇત્યાદિ કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણિક રીતે કરોડો રૂપિયાની જમીનો,મિલ્કતો અને સાધનો પોતાના તેમજ પોતાના પરિવાર ના સભ્યોના નામે ખરીદ કરેલ હોવા અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં કાયદેસરની આવક રૂ.60, 70,185 સામે તેઓના ખર્ચ અને રોકાણ રૂ.1,33,83,114 રૂપિયા થયેલ છે.આમ,આવક સામે થયેલ ખર્ચ જોતા તેઓએ રૂ.73, 13,229 રૂપિયાની અપ્રમાણસરની મિલકતો જણાઈ આવતા એ.સી.બી.એ તેઓના વિરુદ્ધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles