[weather_data]
Breaking News
TRENDING NEWS

ઈમેલ ID માટે હવે અંગ્રેજીનો ઈજારો નહીં રહે, પ્રાદેશિક ભાષાઓ પણ ઈમેલ આઈડી બનશે

[updated_date] [post_views]

Table of Content

ઈમેલ ID માટે હવે અંગ્રેજીનો ઈજારો બહુ વધારે સમય રહેશે નહીં.હવે પ્રાદેશિક ભાષાઓ પણ ઈમેલ આઈડી બની શકશે.જેમાં ગુજરાતી, હિન્દી સહિત કુલ 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેનાથી તમારું ઈ-મેલ આઈડી, ઉ.દા. તરીકે- જીજ્ઞેશ.ભારત આ રીતનું પણ બની શકશે.ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયે નેશનલ ઈન્ટરનેટ એક્સચેંજ ઓફ ઈન્ડિયાએ રાજસ્થાનની એક ટેકનોલોજી કંપની સાથે મળીને આવું કરી દેખાડ્યુ છે.આ ટેક્નોલોજીમાં ભારત વિશ્વમાં પહેલો દેશ બનશે,જે આવું કરી બતાવશે.અને તેનો પાયો જયપુરના નંખાયો છે.

ડેટા એક્સચેંજ ટેકનોલોજી અને નેશનલ ઈન્ટરનેટ એક્સચેંજ ઓફ ઈન્ડિયાએ આ પ્રોજેક્ટ પુર્ણ કર્યો

અહીં ડેટા એક્સચેંજ ટેકનોલોજી અને નેશનલ ઈન્ટરનેટ એક્સચેંજ ઓફ ઈન્ડિયાએ આ પ્રોજેક્ટ પુર્ણ કર્યો છે.ડોમેઈન રજિસ્ટર કરાવા પર સરકાર પ્રાદેશિક ભાષામાં ઈમેલ આઈડી ફ્રીમાં આપી રહી છે.જેને આત્મનિર્ભર ભારત અને ભાષાની આઝાદી સાથે જોડીને પણ જોવામાં આવ્યું છે.મંત્રાલયે ડોમેન રજિસ્ટર કરાવવાની સુવિધા આપી છે અહીં સશુલ્ક ડોમેન રજિસ્ટર કરાવતાની સાથે જ તમારી ઈચ્છિત ભાષામાં ઈમેઈલ આઈડી બની જશે.

આ પ્રાદેશિક ભાષામાં બનાવી શકાશે E-mail ID

હિન્દી,ગુજરાતી,બોડો,મણિપુરી,તેલુગૂ,ઉર્દૂ,તમિલ,પંજાબી,કન્નડ,ઉડિયા,સંસ્કૃત,સૈથલી,ડોગરી,કોંકણી,મૈથિલી,મરાઠી,નેપાલી.સિંધી,બંગાળી,કશ્મિરી, સિંધી (અરેબિક), મલયાલમ જેવી પ્રાદેશિક ભાષામાં E-mail ID મળશે.

આવું હશે પ્રાદેશિક ભાષામાં E-mail ID

E-mail ID માટે @ પહેલાના ભાગમાં નામ સંપર્ક રહેશે. ઉદાહરણ તરીકે જીજ્ઞેશ નામના વ્યક્તિએ પોતાની આઈડી બનાવી છે,તો સંપર્ક@જીજ્ઞેશ.ભારત એવી રીતે બનશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles