મહાનરપાલિકાઓ,નગરપાલિકાઓની ચૂંટણીના પડઘમ વાગવાના શરુ થઈ ગયા છે.ભાજપ અને કોંગ્રેસ દ્વારા આગોતરા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે તો અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં સંગઠનને ધમધમતું કરવાનો પ્રારંભ કરી દીધો છે.
AAPએ ગુજરાતભરમાં જિલ્લા અને મહાનગરાપાલિકા વિસ્તારાના નવા હોદ્દેદારોની નિમણૂંક કરતી યાદી જાહેર કરી છે.આ યાદીમાં રાજકોટ,અમદાવાદ,વડોદરા અને સુરત લઈ અન્ય તમામ જિલ્લાઓના નવા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.

AAPની યાદી જોતાં આમાં કેટલાક નામો ચોંકાવનાર છે.ખાસ કરીને એક સમયે ગુજરાત ભાજપના સુપ્રીમ તરીકે ગણાતા અને દિગ્ગજ નેતા એવા સ્વર્ગીય કાશીરામ રાણના જમાઈનું છે. સ્વ. કાશીરામ રાણાના જમાઈને નવસારીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.સ્વ. કાશીરામ રાણાના જમાઈ ચંદ્રકાંત રાણાને નવસારી AAPની બાગડોર સોંપવામાં આવી છે.ચંદ્રકાંત રાણા પાછલા સાત વર્ષથી AAP માટે કામ કરી રહ્યા છે.
AAPએ ગુજરાતમા તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.ચૂંટણી પહેલાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના અભિક્રમમાં નવી નિમણૂંકો કરવામાં આવી છે. AAPએ ખાસ ફોક્સ શહેરી વિસ્તારો પર કરવાનું નક્કી કર્યું છે.એવું મનાય છે કે જાન્યુઆરીના અંતે કે ફેબ્રુઆરીના મધ્યમાં ગુજરાતમાં ચૂંટણીઓ યોજી શકાય છે.


