વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છની મુલાકાતે છે.તેમણે ધોરડો ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ,રિન્યુએબલ એનર્જી પાર્ક અને સરહદ ડેરીના અંજાર-ભચાઉ વચ્ચે બનનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનો ડિજિટલ શિલાન્યાસ કર્યો.આ કાર્યક્રમમાં કચ્છીમાં ભાષણની શરૂઆત કરીને કચ્છ સાથેની પોતાની યાદો સંભારીને કહ્યું કે, ભૂકંપ સમયે મને ઈશ્વરે કચ્છના લોકોની સેવા કરવાનો અવસર આપ્યો હતો.આ ઉપરાંત તેમણે અનેક વિષયો પર વાત કરી છે. આ સંબોધનના મુખ્ય અંશો જોઇએ.
‘સરદાર સાહેબનું સપનું સાકાર થઇ રહ્યું છે’
PM નરેન્દ્ર મોદીએ કચ્છમાં કચ્છી ભાષામાં સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે,કચ્છ આખા દેશની ઓળખ છે.કચ્છમાં આવીને શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થાય છે.આજે સરદાર પટેલની પુણ્યતિથિ છે અને આ અવસરે કચ્છમાં દુનિયાનો સૌથી મોટા રિન્યૂઅબલ એનર્જી પાર્કનું ભૂમિપુજન કર્યું તેને જાતા લાગે છે કે, સરદાર સાહેબનું સપનું ખુબ જ ઝડપી સાકાર થશે.
‘કચ્છી લોકોના મનોબળને ભૂકંપ તોડી શક્યો નહીં’
PM મોદીએ સંબોધન દરમિયાન કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને યાદ કરતા કહ્યું કે,કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો લોકોના ઘરો તૂટી ગયા પરંતુ કચ્છી લોકોના મનોબળને ભૂકંપ તોડી શક્યો નહી.ભૂકંપે કચ્છને સંપૂર્ણ રીતે તબાહ કરી નાંખ્યુ હતું તે છતા હવે કચ્છની પ્રવાસન ક્ષેત્રે આખી દુનિયામાં આગવી ઓળખ ઉભી થઇ ગઇ છે. વિદેશી પ્રવાસીઓ કચ્છનું સફેદ રણ જોવા આવે છે.કચ્છનું રણ અને રણોત્સવ જોવા માટે લાખો પ્રવાસીઓ આવે છે.સાથે જ કચ્છના લોકોએ આખા દેશના લોકોને આત્મનિર્ભર રહેવાનું શિખવ્યું છે.’એનર્જી પાર્કથી 1 લાખ લોકોને રોજગારી મળશે’
PM મોદીએ સંબોધન દરમિયાન 118 વર્ષ પહેલાનો કિસ્સો યાદ કરતા કહ્યું કે, તે સમયે કચ્છમાં એ એક્ઝિબિશનમાં સૂર્ય તાપયંત્ર મૂક્વામાં આવ્યું હતું પરંતુ અત્યારે હાઇબ્રિડ એનર્જિ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.આ એનર્જી પાર્કથી 1 લાખ લોકોને રોજગારી મળશે અને દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. 1 એનર્જિ પાર્ક 9 કરોડ વૃક્ષો વાવવા બરાબર છે.અને હાઇબ્રિડ પ્રોજેક્ટથી સરહદ પરની સુરક્ષા વધશે.ગુજરાતમાં એક સમયે સાંજે વિજળી મળતી ન હતી પરંતુ હવે ગુજરાતના દરેક શહેર અને ગામમાં 24 કલાક વિજળી મળી રહી છે.ગુજરાતે સસ્તી વિજળી મેળવવામાં સૌથી મોટી ઉપલબ્ધિ મેળવી છે. ખેડૂતોને રાત્રિ ન વાળવું માટે નવી વિજ લાઇન છે.
‘સમય સાથે બદલાવ કરવો એ ગુજરાતની તાકાત’
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે,સમય સાથે બદલાવ કરવો એ ગુજરાતની તાકાત છે.અહીંની ખેતીને આધુનિકતાથી જોડવામાં આવી.ગુજરાતમાં જે પાકની ડિમાન્ડ હોય તેને ખેડૂત પેદા કરે છે.તેમણે તે પણ કહ્યું કે, ડેરી અને અન્ય સેક્ટરોમાં સરકાર ટાંગ નથી અડાવતી.
‘આજકાલ ખેડૂતોને ડરાવવાનું કાવતરું ચાલી રહ્યું છે’
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે,દિલ્હીની આજુબાજુ આજકાલ ખેડૂતોને ડરાવવાનું કાવતરું ચાલી રહ્યું છે.જો કોઈ તમારી પાસેથી દૂધ લેવાનો કરાર કરે છે,તો તે ભેંસ લઇને જતો રહે છે? જેવી આઝાદી પશુપાલકોને મળી રહી છે તેવી જ આઝાદી ખેડૂતોને આપી રહ્યા છીએ.ખેડૂત સંગઠનો ઘણા વર્ષોથી આ માંગણી કરતા હતા,વિરોધી પક્ષો આજે ખેડુતોને ગેરમાર્ગે દોરે છે,પરંતુ તેમની સરકાર દરમિયાન તેઓ આવું જ કરવાની વાતો કહેતા હતા.


