ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાંડર્ડ્સ અથોરિટી ઓફ ઈન્ડિયાને એક મહત્વપૂર્ણ કામ કરતા મેન્યૂ લેબલિંગનો નિયમ તૈયાર કર્યો છે.જે અંતર્ગત રેસ્ટોરંટમાં મેનૂ કાર્ડમાં ખાવાની ન્યૂટ્રિશિન વેલ્યૂ લખવી ફરજિયાત છે.જેનાથી આપને ખબર પડશે કે,તમારા ખાવામાં કેટલી કેલરી છે.એટલુ જ નહીં,મેન્યૂ લેબલિંગ કરતા સમયે પોષક તત્વોની માત્રા પણ લખવાની રહેશે.ભારત સરકાર આ માટે નવા લેબલિંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશન જાહેર કર્યુ છે.જે હિસાબે 10થી વધારે ચેન વાળી રેસ્ટોરંટ પર તે લાગૂ પડશે.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાંડર્ડ્સ અથોરિટી ઓફ ઈન્ડિયા ઘણા સમયથી સેવલિંગ રેગ્યુલેશનને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે.જ્યારે હવે તેને નોટિફાઈ કરી લીધુ છે.
10થી વધારે બ્રાંચ વાળી રેસ્ટોરંટ પર લાગૂ થશે આ નિયમ
આપને જણાવી દઈએ કે, FSSAI નો આ નવો નિયમ 10થી વધારે ચેન ચલાવતી રેસ્ટોરંટ પર લાગૂ થશે.આ હિસાબે સેંટ્રલ લાઈસન્સ લઈને અથવા દશથી વધારે જગ્યાએ રેસ્ટોરંટ ચલાવતી કંપનીઓ માટે આ ખાસ જરૂરી બની જશે, કે પોતાના મેન્યૂ કાર્ડમાં કેલેરી સંબંધી જાણકારી ઉપલબ્ધ કરાવે. સાથે જ મેન્યૂ કાર્ડમાં એ પણ લખવાનું રહેશે કે,કેલરીની કેટલી માત્રા ક્યાં માણસને કેટલી જરૂર પડે છે.
ભારત સરકારે આ નોટિફિકેશનના હિસાબે મેન્યૂ કાર્ડ, ડિસ્પ્લે બોર્ડ અથવા બુકલેટમાં ખાવાની આઈટમની સાથે તેમના ન્યૂટ્રિશિન વેલ્ય વિશે જાણકારી આપવી જરૂરી બને છે.પિઝ્ઝા,બર્ગર વેચનારી ફૂડ ચેન જેવી પિઝઝા હટ, ડોમિનોઝ, મેકડોનાલ્ડને પણ ફૂડ આઈટમમાં કેલરી વિશે બતાવાનું રહેશે.આ સાથે જ હોટલ અને મોટા રેસ્ટોરંટને પણ મેન્યૂ પર તે લખાવાનું રહેશે કે,ફૂડ આઈટમમાં કેટલી કેલરી છે.


