[weather_data]
Breaking News
TRENDING NEWS

MNS ના કાર્યકર્તા સ્કૂલ યુનિફૉર્મ પહેરીને રસ્તા પર ઊતર્યા

[updated_date] [post_views]

Table of Content

કોરોના મહામારીના કારણે લૉકડાઉન જાહેર થતાં લોકો છેલ્લા નવ મહિનાથી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે.આ મહામારીએ આર્થિંક તંગી ઊભી કરી હોવાથી લોકોએ ઓછા પગારે અથવા નોકરી પરથી હાથ ધોવો પડ્યો હતો.જ્યારે બીજી બાજુ કોરોના સંક્રમણનો ફેલાવો થાય નહીં એ માટે મુંબઈની સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓને સ્કૂલો દ્વારા ઑનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે.જોકે આવા સંજોગોમાં પણ મુંબઈની અનેક સ્કૂલો દ્વારા મનમાનીભર્યું વર્તન જોવા મળ્યું છે અને યુનિફૉર્મ ફીથી લઈને લાઇબ્રેરી, પિકનિક જેવી અનેક ફી દર વર્ષની જેમ આ વર્ષે પણ વસૂલવામાં આવી રહી હોવાથી પેરન્ટ્સે ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આર્થિક અડચણ સાથે સ્કૂલ દ્વારા વસૂલાતી ફીને લીધે પેરન્ટ્સે શું કરવું એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો હતો.આ પ્રશ્નને ગંભીરતાથી લઈને કાંદિવલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દ્વારા અનોખો વિરોધ-પ્રદર્શન કરાયો હતો.ગઈકાલે એમએનએસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ રીતસરના સ્કૂલના યુનિફૉર્મ પહેરીને કાંદિવલીની રાયન ગ્રુપની સ્કૂલમાં ગયા હતા. આ ગ્રુપ હેઠળ છ વિવિધ સ્કૂલો છે અને અન્ય પરાંઓમાં એની શાખાઓ પણ આવેલી છે. ઉલ્લેખનીય છે કે તેમના આ વિરોધ બાદ પેરન્ટ્સને થોડી રાહત પણ મળી છે અને સ્કૂલે અમુક રાહત આપવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

આ વિશે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના મહારાષ્ટ્ર રાજ્યના ઉપાધ્યક્ષ નયન કદમે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આવી મહામારીમાં જ્યાં લોકોને ઘર ચલાવવાના વાંધા થઈ ગયા છે ત્યાં બધી સ્કૂલો ફીને લઈને મનમાની કરી રહી છે.અનેક પેરન્ટ્સની નોકરી જતી રહી છે,પગાર ૩૦થી ૪૦ ટકા કાપીને મળે છે,બિઝનેસ ઠપ પડી ગયા છે.આવી પરિસ્થિતિ હોવાની સાથે સ્કૂલ બંધ હોવા છતાં અને વિદ્યાર્થીઓ ઑનલાઇન શિક્ષણ લઈ રહ્યા છે છતાં પેરન્ટ્સે સ્કૂલની પૂર્ણ ફી શું કામ ભરવાની? પેરન્ટ્સ ફી ભરવાની ના નથી પાડી રહ્યા,પરંતુ લૅબ,કમ્પ્યુટર,લાઇબ્રેરી વગેરેનું શિક્ષણ લીધું જ નથી તો એની ફી શું કામ ભરીએ.સ્કૂલનું ટર્મ જ થઇ નથી તો ટર્મ ફી કેમ ભરવાની,આ બાબતે અમારી સ્કૂલ-પ્રશાસન સાથે વાત થઈ હતી.

સ્કૂલનું શું કહેવું છે?

રાયન ઇન્ટરનૅશનલ ગ્રુપ ઑફ ઇન્સ્ટિટ્યૂટ્સના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘રાયન ગ્રુપે અત્યાર સુધીના તમામ સરકારી નિર્દેશોનું પાલન કર્યું છે અને વર્તમાનમાં કોરોનાકાળની સ્થિતિને લીધે પેરન્ટ્સ દ્વારા આર્થિક ચિંતા કરવામાં સંવેદનશીલ છીએ.એથી ગઈ કાલે કાંદિવલીની રાયન ઇન્ટરનૅશનલ સ્કૂલમાં થયેલી મીટિંગમાં અમે નિર્ણય લીધો છે કે પેરન્ટ્સ પાસેથી વર્ષ ૨૦૨૦ના જૂન-જુલાઈ મહિનાની અમે ફક્ત ટ્યુશન ફી લેશું તેમ જ અમે પેરન્ટ્સ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર સક્રિયપણે નજર રાખી રહ્યા છીએ અને માનનીય કોર્ટ ઑથોરિટીસ દ્વારા આપેલા આદેશોનું પાલન કરીશું.’

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles