ફ્રાંન્સના રાષ્ટ્રપતિ ઈમ્મૈન્યુઅલ મેક્રો કોરોના પોઝિટીવ આવ્યા છે.રાષ્ટ્રપતિની ઓફિસે ગુરૂવારના રોજ એક નિવેદન જાહેર કરી આ પ્રકારની જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવાયુ છે કે,રાષ્ટ્રપતિ ઈમ્મૈન્યુઅલ મેક્રો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.આ નિવેદન એલિસી પૈલેસ તરફથી જાહેર કરવામાં આવ્યુ છે.જણાવી દઈએ કે,ત્યાંનાં પ્રેસિડેંશિયલ પેલેસને એલિસી પેલેસના નામથી ઓળખવામાં આવે છે.
ત્યારે હવે ઈમ્મૈન્યુઅલ મેક્રો 7 દિવસ સુધી આઈસોલેટ રહેશે.જો કે,તેઓ ત્યાંથી પણ કામ કરતા રહેશે.ઈમ્મૈન્યુએલ મેક્રો પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ,બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિશ જોનસન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો પણ કોરોના પોઝિટીવ આવી ચુક્યા છે.જો કે આ તમામ નેતાઓ ઠીક થઈ ગયા છે.
આપને જણાવી દઈએ કે, ફ્રાંસમાં કોરોના વાયરસના 24 લાખથી પણ વધારે કેસ છે.તો વળી 59 હજારથી વધારે લોકોના જીવ પણ ગયા છે.હાલમાં જ વડાપ્રધાન મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈન્યુઅ મેક્રો સાથે કોરોના વેક્સીનને લઈને ચર્ચા કરી હતી.બંન નેતાઓએ કોરોના,આર્થિક પડકાર અને ઈંડો પેસૈફિક જેવા મુદ્દા પર ચર્ચા પણ કરી હતી.


