અમદાવાદ : ટેક્સ્ટાઇલ સેક્ટરને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ટૂંકસમયમાં જ નેશનલ ટેક્સ્ટાઇલ પોલિસી લાવવાની છે.આ પોલિસી હેઠળ આગામી પાંચ વર્ષમાં 10,000 કરોડ રૂપિયા ટેક્સ્ટાઇલમાં રોકાણ કરવાનું લક્ષ્ય છે.સૂત્રો અનુસાર ટૂંકસમયમાં ટેક્સટાઇલ માટે નેશનલ પોલિસી આવશે.આ પ્રસ્તાવની કેબિનેટ નોટ પણ તૈયાર થઇ ગઈ છે અને તેને ઝડપથી મંજૂરી મળવાની શક્યતા છે.
ટેક્સ્ટાઇલ સેક્ટરને આત્મનિર્ભર બનાવવા માટે એક મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઇલ પાર્ક બનાવવામાં આવશે.મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઇલ પાર્કમાં દસ હજાર કરોડના રોકાણનું લક્ષ્ય છે.સૂત્રોના જણાવ્યાં અનુસાર ટેક્સ્ટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ટેક્સ્ટાઇલ ફંડ બનાવવામાં આવશે.આ ઉપરાંત ફોકસ પ્રોડક્ટ ઈન્સેન્ટિવ સ્કીમ લાગુ કરાશે.ટેક્સ્ટાઇલ સેક્ટરને આગામી 5 વર્ષમાં 300 અબજ ડોલરની ઇન્ડસ્ટ્રી બનાવવાનું લક્ષ્ય છે.આ સાથે જ પાંચ વર્ષમાં 100 અબજ ડોલરના એક્સપોર્ટનું લક્ષ્ય છે.ટેક્નિકલ ટેક્સ્ટાઇલ માર્કેટને 40 અબજ ડોલરનું બનાવવાનું લક્ષ્ય છે.


