ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર પશ્ચિમ બંગાળમાં થયેલા હુમલાના મામલામાં કેન્દ્ર સરકારે ત્રણ આઈપીએસ ઓફિસરો પર મોટી કાર્યવાહી કરીને તેમની બદલી કરી દીધી છે.જોકે મમતા બેનરજી કેન્દ્ર સરકારની કાર્યવાહી પર ભડકી ઉઠ્યા છે.
ગૃહ મંત્રાલય દ્વારા પશ્ચિમ બંગાળ સરકારને સૂચના આપવામાં આવી છે કે, ત્રણ આઈપીએસ અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટેશન માટે બંગાળમાંથી તાત્કાલિક ફરજ મુકત કરવામાં આવે.જ્યારે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે આઈપીએસ અધિકારીઓની નિયુક્તિને લઈને વિવાદની સ્થિતિ હોય ત્યારે રાજ્ય સરાકરે કેન્દ્રનો આદેશ માનવાનો રહે છે તેવી કેન્દ્ર સરકારની દલીલ છે.
કેન્દ્ર સરકારે આ ત્રણ અધિકારીઓ ભોલાનાથ પાંડે,પ્રવીણ ત્રિપાઠી અને રાજીવ મિશ્રાને પહેલા જ અલગ-અલગ જવાબદારીઓ સોપી દીધી છે.બીજી તરફ બંગાળના સીએમ મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, કેન્દ્ર દ્વારા રાજ્યની સરકારને નિયત્રિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તે માટે મારી સરકાર ક્યારેય મંજુરી નહીં આપે.પશ્ચિમ બંગાળ વિસ્તારવાદી અને લોકશાહીમાં નહીં માનનાર તત્વો સામે નહીં ઝુકે.કેન્દ્ર સરકારનો નિર્ણય બંધારણની વિરુધ્ધ છે અને મને સ્વીકાર્ય નથી.


