મુંબઈના ડ્રેગન ફ્લાય ક્લબમાં પોલીસે દરોડા કર્યા હતા. આ ક્લબમાં મોડી રાત્રે 3 કલાકે પાર્ટી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા કર્યા હતા. આ દરોડામાં 30થી વધુ લોકો પાર્ટી કરતાં ઝડપાયા હતા. આ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
જાણવા મળ્યાનુસાર મોડી રાત્રે નિયમનો ભંગ કરી અને પાર્ટી કરતાં 34 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પાર્ટી કરનાર 34 લોકોમાં જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના,સિંગર બાદશાહ,ગુરુ રંધાવા,ઋત્વિક રોશનની પત્ની સહિતના ખ્યાતનામ લોકો પણ હતા.આ તમામ લોકો કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ કરી પાર્ટી કરી રહ્યા હતા.આ મામલે પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના વિરુદ્ધ મુંબઈમાં કેસ નોંધાયો છે.સુરેશ રૈના વિરુદ્ધ કલમ 188 હેઠળ કેસ નોંધાયો છે.
ભારતીય પૂર્વ ક્રિકેટર હવે નવા વિવાદમાં સપડાતા દેખાઈ રહ્યા છે.સુરેશ રૈના અને ગુરુ રંધાવાની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં બેલ પર છોડવામાં આવ્યા.તેમના વિરુદ્ધ મુંબઈમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.તેમના પર કોરોના વાયરસના નિયમો તોડવાનો આરોપ છે.
ક્લબ પાર્ટીમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન ન થતા ફરિયાદ
ડ્રેગન લાઈફ ક્લબ મુંબઈ એરપોર્ટની પાસે સ્થિત હોટલ મેરિયટમાં છે અને વિસ્તાર માયાનગરી મુંબઈનો પોશ વિસ્તાર માનવામાં આવે છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર નાઈટ કર્ફ્યૂ બાદ પણ આ ક્લબમાં હાઈપ્રોફાઈલ પાર્ટી કરવામાં આવી રહી હતી અને તેમાં સુરેશ રૈનાની સાથે સાથે બોલિવૂડના ટોપ ચહેરા પણ સામેલ હતા.
બાદશાહ સહીત અમુક લોકો ભાગી ગયા હોવાના અહેવાલ
મીડિયા રિપોર્ટ અનુસાર સિંગર બાદશાહ પણ આ પાર્ટીમાં હતા અને તે પાછલા દરવાજેથી ભાગી ગયા હતા. પોલીસે કુલ 34 લોકો સામે એક્શન લીધો છે અને તેમાં હોટલના સ્ટાફ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.આ પાર્ટીમાં 19 લોકો તો દિલ્હી અને પંજાબથી આવ્યા હતા.
ક્રિકેટર સુરેશ રૈના સહિતના બોલીવુડ કલાકારો સામે ફરિયાદ
રિપોર્ટ અનુસાર પાર્ટીમાં ગુરુ રંધાવા, બાદશાહ, સુઝેન ખાન સહીતના ઘણા બધા લોકો સામેલ હતા અને મુંબઈ પોલીસે અહિયાં રેડ કરી તે બાદ ઘણા તો ત્યાંથી નાસી છૂટ્યા હતા. રૈનાને છોડીને ઘણા બધા સિતારાઓ ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે મુંબઈ પોલીસે બધા પર ધારા 188 અને મહામારી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.