ગુજરાતમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર સુવર્ણ કળશોથી ઝળહળી ઊઠ્યું છે.જ્યાં દેવાધિદેવ ભગવાન શ્રી સોમનાથ બિરાજમાન છે તે સોમનાથ મંદિરમાં મંદિરના શિખર પર ગઈ કાલ સુધીમાં સોને મઢેલાં ૬૬ કળશ લગાવ્યાં છે.સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું હતું કે ‘કોપરના કળશ પર સોનાનો વરખ મઢી દેવામાં આવે છે અને તે સોનાનાં કળશ સોમનાથ મંદિરનાં નાનાં-મોટાં શિખરો પર મૂકવામાં આવી રહ્યાં છે.ગઈકાલ સુધીમાં સોનાનાં ૬૬ કળશ શિખર પર ચઢાવવામાં આવ્યાં છે.આ રીતે સોને મઢેલાં કુલ ૧૫૦૦ કળશ મૂકવાના છે. અત્યાર સુધીમાં મંદિરને ૫૫૦ સુવર્ણ કળશ માટે દાતાઓ તરફથી ડોનેશન મળ્યું છે.શિખર પર સોનાનો કળશ ચઢાવતા પહેલાં તેની પૂજાવિધિ કરવામાં આવે છે અને વિધિ-વિધાન સાથે શિખર પર સોનાનાં કળશ ચઢાવવામાં આવે છે.’


