જમ્મુ-કાશ્મીરના જિલ્લા વિકાસ પરિષદ (DDC) ચૂંટણીમાં કલમ 370 (Article 370) હટાવ્યા બાદ ગુપકાર ગઠબંધન (PAGD) ઘાટીમાં મોટી જીત મેળવતુ જોવા મળી રહ્યું છે.નેશનલ કૉન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સહિત 7 દળોનું આ ગઠબંધન રૂઝાનોમાં 88 ડીડીસી સીટો પર આગળ છે,જ્યારે બીજેપી 46 સીટો પર આગળ ચાલી રહી છે.કૉંગ્રેસ 21 સીટો પર આગળ ચાલી રહી છે.ઘાટીમાં બીજેપી માટે એક ખુશખબરી એ છે કે 3 સીટો પર તેનું ખાતુ ખુલી ચુક્યું છે.
બીજેપીની વિરુદ્ધ 7 દળો
જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના રિઝલ્ટમાં ગુપકાર ગઠબંધન ભલે આગળ ચાલી રહ્યું છે,પરંતુ બીજેપીએ મુસ્લિમ બહુમતીવાળી કાશ્મીર ખીણમાં એક સીટ જીતીને એક રીતે રેકૉર્ડ બનાવ્યો છે.ઉલ્લેખનીય છે કે બીજેપીની વિરુદ્ધ 7 દળોએ ગુપકાર ગઠબંધન બનાવીને એક સાથે ચૂંટણી લડી છે.ગુપકાર ગઠબંધનમાં નેશનલ કૉન્ફરન્સ,પીડીપી,પીપલ્સ કૉન્ફરન્સ,અવામી નેશનલ કૉન્ફરન્સ, J&K પીપલ્સ મૂવમેન્ટની સાથે સીપીઆઈ અને સીપીએમ સામેલ છે.
3 સીટો પર બીજેપીની જીતનું ઘણું જ મહત્વ
કાશ્મીર ખીણમાં મુસ્લિમોની વસ્તી વધારે છે અને અહીં 3 સીટો પર બીજેપીની જીત ઘણું જ મહત્વ રાખે છે.બીજેપીના ઉમેદવાર એજાઝ હુસૈને અહીં જીત બાદ કહ્યું કે, “અમે ગુપકાર ગઠબંધનના ઉમેદવારની વિરોધ લડાઈ લડી અને બીજેપી આજે શ્રીનગરમાં જીતી. હું જમ્મુ-કાશ્મીર અને સુરક્ષાદળોના લોકોને અભિનંદન પાઠવું છે.” બીજેપી નેતા રામમાધવને હુસૈનને જીતના અભિનંદન પાઠવ્યા છે.તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એજાઝને જીત માટે અભિનંદન.ડીડીસી ચૂંટણીમાં કાશ્મીરની બલ્હામા સીટ પર જીત માટે અભિનંદન.’
બીજેપી 51 સીટો પર આગળ ચાલી રહી હતી
કાશ્મીર ખીણની વધુ એક સીટ પર કમળ ખીલ્યું છે.કાશ્મીરમાં ઉમેદવારોની જીતથી બીજેપી ઉત્સાહિત છે.જમ્મુની 140 ડીડીસી સીટો પર બપોર સુધી 95 સીટોના રૂઝાનમાં બીજેપી 51 સીટો પર આગળ ચાલી રહી હતી.નિષ્ણાતો અનુસાર બીજેપીએ જમ્મુ ક્ષેત્રમાં પોતાની સ્થિતિને મજબૂત બનાવી છે,જ્યારં કૉંગ્રેસ અહીં સંકોડાતી નજર આવી રહી છે.બીજી તરફ કાશ્મીરમાં ગુપકારના એકાધિકારને પડકાર મળતો જોવા મળી રહ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી સમર્થિક અનેક અપક્ષ ઉમેદવારો પણ આગળ ચાલી રહ્યા છે.રાજ્યની 280 સીટો માટે 8 તબક્કાની ચૂંટણી થઈ હતી. ચૂંટણીમાં 450થી વધારે મહિલા ઉમેદવારો સહિત કુલ 4,181 ઉમેદવાર મેદાનમાં હતા


