નવી દિલ્હી : કોરોના મહામારીને રોકવા માટે વડાપ્રધાન દ્વારા 25 માર્ચથી દેશવ્યાપી કડક લોકડાઉની જાહેરાત કરી હતી અને આ લોકાડઉન મે સુધી રહ્યુ હતુ. લોકડાઉન દરમિયાન લોકોને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે વડાપ્રધાન મકાનમાલિકોને તેમના ભાડે આપેલા મકાનું ભાડુ માફ કરવા અપીલ કરી હતી. જેમાં લોકડાઉન દરમિયાન માત્ર 50 ટકા જ મકાનમાલિકોએ ભાડું માફ કર્યુ હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ nobroker.com દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર, 50% મકાનમાલિકોએ COVID-19 કટોકટીને ધ્યાનમાં રાખીને ભાડુ માફ કર્યુ અથવા ભાડાની થોડીંક રકમ ભાડ કરી છે.
અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે મોટા ભાગના શહેરોમાં આ વર્ષે મકાનભાડામાં વધારો જોવા મળ્યો નથી.સર્વેક્ષણ અનુસાર, 79 ટકા મકાનમાલિકો એકંદરે ભાડુઆત તરીકે પરિવારોને પસંદ કરે છે જ્યારે મિલકતને અંતિમ રૂપ આપતી વખતે 69% ભાડૂતો દ્વારા સલામતી એ સૌથી મહત્વપૂર્ણ પાસું છે.ભાડુતો હાલ વર્ક ફ્રોમ હોમ લાઇફસ્ટાઇલને પગલે હાલ મોટા મકાનોની શોધ પણ કરી રહ્યા છે.
સ્થળાંતરના કારણે 35 ટકા લોકો મોટા ઘરની આવશ્યકતા પડી હોવાનું જણાવ્યુ છે. 32 ટકા લોકોએ એક કારણ તરીકે “કાર્યસ્થળમાં પરિવર્તન” ટાંક્યું.પાછલા વર્ષે આ ટકાવારી 44 ટકા હતી.કોરોના મહામારીએ મોટા મકાનોની જરૂરિયાત,શહેરોમાં પ્રાથમિકતા મેળવવી,ભાડાની ચુકવણી માટે ડિજિટલ પેમેન્ટ તરફ ફંટાવવુ અને મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમના ઘરની શોધ ઓનલાઇન શરૂ કરવા જેવા ઘણા ફેરફારો આવ્યા છે, એવું nobroker.comના સહ-સ્થાપકે જણાવ્યુ છે.
દેશમાં લોકડાઉન દરમિયાન મકાનમાલિકો દ્વારા ભાડુ માફ કરવા બાબતે કરાયેલા સર્વેમાં દિલ્હી-એનસીઆર,મુંબઇ,પુણે,બેંગ્લોર,ચેન્નઈ અને હૈદરાબાદમાં 17652 લોકોએ ભાગ લીધો હતો.

