– કૃષિ બિલ ને લઈને ભાજપ-કોંગ્રેસનું જામતું રાજકારણ
– કૃષિ કાયદાની તારીખ 26મી જાહેરમાં હોળી કરાશે
કૃષિ કાયદાના મામલે ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાને ભરી પીવા માટે તૈયાર થયા છે.ભાજપ રાજ્યભરના ખેડૂતો માટે ગામડે ગામડે જઈને કૃષિ કાયદાની તરફેણ કરી રહ્યુ છે તો કોંગ્રેસ તારીખ 26 મીએ ચાલો ખેતરે ચલો ગામડે કાર્યક્રમનું એલાન કરી દીધું છે.આ દિવસે કૃષિ બિલની જાહેરમાં હોળી કરીને વિરોધ વ્યક્ત કરવાનો નિર્ણય ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે,ગુજરાતમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ મેદાને આવી છે તો ભાજપ ખેડૂતોના સમર્થનને લઈને ગામડે ગામડે દોડવા માટે તૈયાર થઈ છે.આમ કૃષિ કાયદાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ગુજરાતમાં કૃષિ કાયદાના વિરોધમાં 500થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચ્યા છે અને આંદોલનમાં ભાગ લઈ રહ્યા છે.તે જોતાં વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારની ચિંતા વધી રહી છે.ગઈકાલે જીલ્લા મથક ઉપર કોંગ્રેસના કાર્યકરો સહીત ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પી કૃષિ કાયદાનો જોરદાર વિરોધ કરીને ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યા છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યો તેમના મત વિસ્તારમાં યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા.આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એવો પ્રહાર કર્યો હતો કે કોંગ્રેસ પહેલા થી જ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યું છે.સંસદ થી માંડીને રસ્તા પર કોંગ્રેસ વિરોધ કરી રહી છે.ભાજપ અત્યારે ખેડૂત સંમેલન અને ખાટલા પરિષદ કરીને ખેડૂતોને ભ્રમિત કરી રહી છે . કોંગ્રેસ 26મીએ ચલો ખેતરે ચલો ગામડે કાર્યક્રમ યોજીને ખેડૂતોને કૃષિ કાયદાથી થનારા નુકસાન થી વાકેફ કરશે.. આ દિવસે કૃષિ બિલની જાહેરમાં હોળી કરીને વિરોધ વ્યક્ત કરવાનો નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યો છે.
બીજી બાકી દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે ત્યારે ગુજરાતમાંથી પણ વધુને વધુ ખેડૂતો દિલ્લી બોર્ડર પર પહોંચી રહ્યા છે ગુજરાતના ખેડૂતો રાજસ્થાનની મહિલાઓ સાથે ધંધામાં જોડાયા હતા અને બુધવારે દેશભરમાં એક દિવસીય ભૂખ હડતાળનું એલાન કરાયું છે તે ગુજરાત સંઘર્ષ સમિતિ ના ખેડૂત નેતાઓએ દાવો કર્યો છે કે ગુજરાતમાં પણ ખેડૂતો ભૂખ હડતાળમાં જોડાશે.


