બોગસ જીએસટી ઇન્વોઇસને અટકાવવા સરકારે મોટો નિર્ણય લીધો છે.હવે 50 લાખ રૂપિયાથી વધુના માસિક ટર્નઓવરવાળા વેપારીઓએ જીએસટીનો 1% હિસ્સો કેશમાં જમા કરાવવો ફરજિયાત રહેશે. CBIT દ્વારા એ જીએસટીના નિયમો અંગે નિયમ 86Bરજૂ કર્યો છે.આ નિયમ જીએસટી જવાબદારી અદા કરવા માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો મહત્તમ 99 ટકા સુધી ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
જીએસટી બીલોમાં વધી રહેલા છેતરપિંડીને ધ્યાનમાં રાખીને જીએસટી કાઉન્સિલ લો કમિટીએ નિવેદન જાહેર કર્યું છે જે મુજબ છેતરપિંડી સામે કાર્યવાહી થઈ શકે. બનાવટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના લગભગ 12000 કેસ નોંધાયા છે અને લગભગ 365 લોકોની ધરપકડ કરવામાં આવી છે.છેલ્લા 6 અઠવાડિયાની અંદર લગભગ 165 બનાવટી કેસોમાં લોકોની ધરપકડ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, જીએસટી નિયમોમાં ફેરફાર અંગે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી છે.આ અફવાઓને દૂર કરવા માટે, CBIC એ જીએસટી હેઠળ નકલી છેતરપિંડી અટકાવવાના પગલાં અંગે સ્પષ્ટતા જારી કરી છે.જીએસટી કાયદા મુજબ, 6 મહિના સુધી રિટર્ન ફાઇલ ન કરનારાઓ માટે જીએસટી નોંધણી રદ કરી શકાય છે.કરદાતાને સાંભળવાની વાજબી તક આપ્યા વિના તેનું નોંધણી રદ કરવામાં આવશે નહીં.
દેશભરમાં 4,586 બનાવટી જીએસટીઆઇએન એકમો સામે 1,430 કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં 130 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.જેમાં ચાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને એક મહિલા શામેલ છે.આ લોકોએ છેતરપિંડી અથવા પસાર કરેલા બીલો દ્વારા ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.
તમારું બિલ કેવી રીતે ચકાસવું
Https://www.gst.gov.in વેબસાઇટ ખોલો.
હવે સર્ચ ટેક્સ પેયર વિકલ્પ પર જાઓ અને GSTIN/UIN દ્વારા સર્ચ કરો.
જો જીએસટી નંબર ખોટો હશે તો સાચો નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે અથવા સ્થિતિ બતાવશે
GSTIN/UIN ચકાસણી બાકી હોવાનો સંદેશ બતાવી રહી હોય તો પણ આ સાચું છે.

