– 31મી પહેલા પોલીસની લાલ આંખ
ભીલાડ : ભીલાડ પોલીસે 26મી ડિસેમ્બર ના રોજ સાંજે 4 કલાકે પીએસઆઇ વનાર ની આગેવાની હેઠળ પાંચ ટિમો એ 25 બુટલેગરો ની ત્યાં રેડ કરી હતી.જેમાં 11 બુટલેગરો ને દારૂ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.ભીલાડ પોલીસ મથક ના પીએસઆઇ વનાર ની રાહબરી હેઠળ 26મી ડિસેમ્બર ના રોજ ભીલાડ પોલીસે પાંચ ટિમો બનાવી હતી.
જે ટિમો એ સાગમેટ દારૂ ના વેચાણ સાથે સંકળાયેલ સરીગામ,અણગામ,પુનાટ,માંડા,કરજગામ,અંકાલાશ,ડહેલી, ઝરોલી,કરમબેલા,ભીલાડ વિસ્તાર ના 25 નામચીન બુટલેગરો ની ત્યાં રેડ કરી હતી.સાંજે 7.00 કલાક સુધી ચાલેલી રેડ માં 11 જેટલા બુટલેગરો ને દારૂ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.31મી ડિસેમ્બર ની ઉજવણી પહેલા પોલીસે એકી સાથે 25 જગ્યા એ રેડ કરતા બુટલેગરો માં ફડફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.મોડી સાંજ સુધી પોલીસ ચોપડે ગુનાં નોંધવાની કાર્યવાહી ચાલુ છે.