ગાંધીનગર તા.30 : ભાજપના સાંસદ મનસુખ વસાવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કેબિનેટની બેઠક પહેલા મુલાકાત કરી હતી.જોકે મનસુખ વસાવાએ થયેલા અસંતોષ બાદ ભાજપના મહામંત્રી ભરત સિંહ પરમાર અને ગણપત સિંહ વાસવાની મુલાકાત કરી હતી.અને આજે વિજય ભાઈ ને મળી નારાજગી અંગે રૂબરૂ રજુઆત કરી છે.
ભાજપ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ગઈકાલે પક્ષમાંથી અચાનક રાજીનામું ધરી દેતા અનેકવિધ રાજકીય ચર્ચા એરણે ચડી છે.તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મનસુખભાઈ વસાવાના રાજીનામા અંગે સ્પષ્ટતા કરી હતી કે હજુ સુધી તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું નથી માત્ર રજૂઆત કરી છે.પરંતુ સરકાર અને સંગઠન દ્વારા તેમની નારાજગી દૂર કરવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે તેવી સ્પષ્ટતા ગઈકાલે પાટીલ દ્વારા કરવામાં આવી હતી.જોકે આજે મળતી વિગતો મુજબ ભાજપ પાર્ટી થી નારાજ બનેલા મનસુખભાઈ વસાવા પોતાની હૈયાવરાળ મુખ્યમંત્રી વિજયભાઈ સમક્ષ ઠાલવશે અને ત્યાર બાદ જ ખબર પડશે કે નારાજ મનસુખભાઈ વસાવા ને બનાવવામાં સરકાર અને સંગઠન કેટલી સફળ નીવડી છે.
આજે ચાલી રહેલી કેબિનેટ બેઠક પહેલા નારાજ બનેલા સાંસદ મનસુખભાઈ વસાવાની સાથે કેબિનેટ મંત્રી ગણપતિ સિંહ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે બેઠક કરી નારાજગી અંગેની રજુઆતો વિજયભાઈ રૂપાણી સમક્ષ કરી હોવાના અહેવાલ છે.


