નવી દિલ્હી : દેશમાં 2021-22માં જાહેર ક્ષેત્રની બેન્કોને 43,000 કરોડ રૂપિયાની વધારાની મૂડીની જરૂર પડશે.રેટિંગ એજન્સી ઈક્રા મુજબ,જાહેર ક્ષેત્રની બેન્કોની મૂડીની જરૂરીયાત વધી ગઈ છે કેમ કે આગામી નાણાકીય વર્ષમાં 23,000 કરોડ રૂપિયાની તેની વધારાની ટીયર 1 બોન્ડ્સ માટે કોલ ઓપ્શન આવશે.લોન વૃદ્ધિને મજબૂત કરવા માટે પણ મૂડીની જરૂર પડશે કેમ કે તેના આંતરિક મૂડી સર્જન આગામી વર્ષે પણ નબળું બની રહ્યું છે.રેટિંગ એજન્સીનું કહેવું છે કે,આગલા વર્ષે સરકાર પર પુનઃમૂડીકરણનું દબાણ ઓછું કરવા માટે બજારોમાંથી મૂડી મેળવવાની જાહેર ક્ષેત્રની બેન્કોની યોગ્યતા મહત્વપૂર્ણ રહેશે.
બેન્કની લોન વૃદ્ધિ નાણાકીય વર્ષ 2022માં 6થી 7 ટકા વધી શકે છે જે નાણાકીય વર્ષ 2021માં અંદાજે 3.9થી 5.2 ટકા અને નાણાકીય વર્ષ 2020માં 6.1 ટકા હતી. એટી1 બોન્ડ્સની પ્રકૃતિ અનિશ્વિત છે. આમાં બેન્કો પાસે એના ઈશ્યૂ થવાથી પાંચ વર્ષ બાદ અને તે પછી દર વર્ષે કોલ ઓપ્શન હોય છે.આના માટે રેગ્યુલેટરી મંજૂરી લેવી પડશે. રોકાણકારો મુખ્યત્વે એવી આશા સાથે રોકાણ કરે છે કે જ્યારે કોલ ઓપ્શનનો સમય આવશે ત્યારે તેઓ તેનો લાભ લેશે.ચાલુ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકો માટે એટી1 બોન્ડ માર્કેટમાં સુધારો થયો છે.ગયા વર્ષ કરતા વધુ સરકારી બેંકોએ આ વર્ષે એટી1 બોન્ડ જારી કર્યા છે. ચાલુ વર્ષે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ), બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક દ્વારા જારી કરાયેલા એટી1 બોન્ડ્સને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે.
આ ઉપરાંત, લગભગ ત્રણ વર્ષના લાંબા ગાળા પછી કેટલીક સરકારી બેંકો પણ બજારોમાંથી કુલ 75 અબજ રૂપિયાની ઇક્વિટી મૂડી ઉભી કરવામાં સક્ષમ હતી.આ સાથે, કેન્દ્ર સરકારના નાણાકીય વર્ષ 2021 માટે 200 અબજ રૂપિયાનું બજેટ ઇક્વિટી મૂડી રોકાણ વર્તમાન નાણાકીય વર્ષ માટે પૂરતું હોવું જોઈએ.ખાનગી ક્ષેત્રની બેંકોનો ઉલ્લેખ કરતા ઇક્રાએ કહ્યું કે મૂડીની દ્રષ્ટિએ મોટી ખાનગી બેંકોની સ્થિતિ મજબૂત છે.આ બેંકોએ નાણાકીય વર્ષ 2021ના પહેલા 9 મહિનામાં 544 અબજ રૂપિયાની મૂડી એકત્ર કરી છે,ત્યારબાદ તેઓ મિલકતની ગુણવત્તાના મોરચા પર દબાણગ્રસ્ત મામલે માહોલનો સામનો કરી શકે છે.મોટી માત્રામાં મૂડી વધારવાની અને નફામાં સુધારવાની આશા સાથે આ બેંકો નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2023માં 260 અબજ રૂપિયાના તેમના એટી1 બોન્ડના કોલ ઓપ્શનનો નિકાલ કરી શકે છે.


