By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પોકસો અંતર્ગત ૫૦ ટકા કેસમાં સગીરાને ઓનલાઇન સંપર્ક કરીને મળવા લલચાવ્યાનું ખુલ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પોકસો અંતર્ગત ૫૦ ટકા કેસમાં સગીરાને ઓનલાઇન સંપર્ક કરીને મળવા લલચાવ્યાનું ખુલ્યું
GeneralNational

પોકસો અંતર્ગત ૫૦ ટકા કેસમાં સગીરાને ઓનલાઇન સંપર્ક કરીને મળવા લલચાવ્યાનું ખુલ્યું

HM News
Last updated: 30/12/2020 11:01 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ તા. ૩૦ : વર્ષ ૨૦૧૭-૧૯ દરમિયાન દેશમાં પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફન્સીસ (પોકસો) એકટ અંતર્ગત મહારાષ્ટ્ર રાજયમાં સૌથી વધારે કેસ નોંધાયા હતા, જયારે સમગ્ર સર્વેક્ષણમાં સૌથી ચોંકવાનારી બાબત એ હતી કે ૧૬થી ૧૮ વર્ષની વચ્ચેના બાળકો સાથે ૨૦૧૯માં ૧,૬૦૦ કેસ નોંધાયા હતા,એમ એનસીઆરબીના અહેવાલમાં જણાવાયું હતું.

પોકસો અંતર્ગત મહારાષ્ટ્રમાં ૮,૫૦૩ જેટલા કેસ નોંધાયા હતા, અંદાજે પચાસ ટકા કિસ્સામાં સગીરને ઓનલાઈન સંપર્ક કરીને વ્યકિતઓને મળવા માટે લલચાવવામાં આવ્યા હતા અને પછી તેમની જાતીય સતામણી અથવા તો લગ્નની લાલચે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હોવાનું સર્વેક્ષણમાં જણાવ્યું હતું.જોકે નાની ઉંમરમાં કોઈની સાથે શારીરિક સંબંધ બાંધવાની બાબત પણ કાયદેસર રીતે બળાત્કાર ગણાવવી જોઈએ,એવું સૂત્રોએ જણાવ્યું હતું.

પોકસો અંતર્ગતના દેશના વિવિધ રાજયમાં નોંધાયેલા કેસ પૈકી મહારાષ્ટ્રમાં ૮,૫૦૦થી વધુ કેસ નોંધાયા હતા,ત્યારબાદ ૬,૮૭૮ ઉત્તર પ્રદેશ, ૫,૩૪૮ મધ્ય પ્રદેશ, ૪,૩૩૯ કર્ણાટક તથા ૪,૨૨૮ ગુજરાતમાં કેસ નોધાયા હતા.

પોકસો અંતર્ગતના આરોપીમાં પરિવારના સભ્ય,ફેમિલી ફ્રેન્ડ્સ,પડોશી સહિત અન્ય વ્યકિતનો સમાવેશ થતો હતો.મહારાષ્ટ્ર રાજયમાં પોકસો અંતર્ગતના કેસમાં નિરંતર વધારો થયો છે, જેમાં ત્રણ વર્ષ એટલે ૨૦૧૭માં ૨,૩૯૮, ૨૦૧૮માં ૨,૯૪૪ અને ૨૦૧૯માં ૩,૧૬૨ કેસ નોંધાયા હતા,જયારે ૧૬થી ૧૮ વર્ષ વચ્ચેની ઉંમરના સૌથી વધુ કેસ નોંધાયા હતા,જેમાં ૨૦૧૯માં ૧,૬૦૦, ૨૦૧૮માં ૧,૪૯૧ તથા ૨૦૧૭માં ૧,૧૬૨ નોંધાયા હતા,ત્યારબાદ ૧૨થી ૧૬ વર્ષ, છથી ૧૨ વર્ષ તેમ જ છ વર્ષથી નીચેના સમાવેશ થાય છે.

ઉન્નાવ રેપ પીડિતાની માતાને નોટા જેટલા જ મત મળ્યા, પ્રિયંકા ગાંધી પર પૂર્વ ધારાસભ્યની પુત્રીએ કર્યા પ્રહારો
વૈશ્વિક મૃત્યુઆંક ૯૫ હજારને પાર : ૧૬ લાખ સંક્રમિત
ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે આગામી દિવસોમાં નફારૂપી વેચવાલીની શક્યતા…!!
મેહુલ ચોક્સીને લાવવા માટે ભારતે ડોમિનિકા મોકલ્યું જેટ, એન્ટિગુઆના PMની પુષ્ટિ
ક્વોરન્ટાઈનનો ભંગ કરનારાને સરકારની આકરી ચેતવણી, 18 પોઝિટિવ વ્યક્તિઓનાં નામ જાહેર કરાશે
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં દારૂડીયા પતિએ ધમાલ મચાવતા પત્નીએ બ્લેડના 5 ઘા માર્યા
Next Article વિશ્વનો અનોખો પતિઃ ૩૯ પત્નિઓ સાથે એક જ ઘરમાં રહે છે….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up