નવી દિલ્હી તા. ૩૧ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર અલગ-અલગ મુદ્દાઓ પર નિશાન તાકયું છે.કોરોના વાયરસ,ખેડૂત આંદોલન,અર્થવ્યવસ્થા સહિત કેટલાંક વિષયને લઇને કેન્દ્ર સરકારની ટીકા કરી છે.
જેમાં આજે રાહુલ ગાંધીએ એકવાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યાં છે.રાહુલ ગાંધીએ ક હ્યું કે સરકારે ઉદ્યોગપતિઓનું અરબો રૂપિયાનું દેણુ માફ કરી દીધું છે,જેનાથી ૧૧ કરોડ ગરીબ પરિવારોને ૨૦,૦૦૦ – ૨૦,૦૦૦ રૂપિયા આપી શકાયા હોત.
રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરી કહ્યું, ૨૩,૭૮,૭૬,૦૦,૦૦,૦૦૦ રૂપિયાની લોન આ વર્ષે મોદી સરકારે કેટલાક ઉદ્યોગપતિઓની માફ કરી છે.આ રકમથી કોવિડની મુશ્કેલીના સમયમાં ૧૧ કરોડ પરિવારને ૨૦,૦૦૦-૨૦,૦૦૦ રૂપિયા આપી શકાયા હતા.આ છે મોદીજીના વિકાસની અસલિયત!
રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યું હતું કે પીએમ મોદીના ‘અસત્યાગ્રહ’નો લાંબા ઇતિહાસના કારણે ખેડૂતોને હવે તેમના પર ભરોસો રહ્યો નથી.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દરેક બેંક ખાતામાં ૧૫ લાખ અને દર વર્ષે ૨ કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું તેનું શું થયું.કોંગ્રેસ નેતાએ કહ્યું કે PM મોદી કહ્યું હતું કે મને ૫૦ દિવસનો સમય આપો બધુ ઠીપીએમ મોદી કરી દઇશ.પીએમ મોદીએ કહ્યું હતું કે અમે ૨૧ દિવસમાં કોરોનાની સામે યુદ્ઘ જીતીશું પરંતુ શું આ શકય બન્યું.પીએમ મોદીએ કહ્યું હતું કે ન તો કોઇ આપણી ધરતીમાં ઘુસણખોરી કરી છે અને ન કોઇ કરી શકશે.પીએમ મોદીનો ખોટુ બોલવાના લાંબા ઇતિહાસના કારણે તેમના પર ભરોસો રહ્યો નથી.


