By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીતરફી માહોલમાં ઉછાળે સાવચેતીનો માહોલ …!!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીતરફી માહોલમાં ઉછાળે સાવચેતીનો માહોલ …!!!
BusinessFeaturedNationalStock Market

ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીતરફી માહોલમાં ઉછાળે સાવચેતીનો માહોલ …!!!

HM News
Last updated: 31/12/2020 12:01 PM
HM News
5 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૧૨.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૭૪૬.૨૨ સામે ૪૭૭૫૩.૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૬૦૨.૧૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૪.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫.૧૧ પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે ૪૭૭૫૧.૩૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૯૭૭.૪૫ સામે ૧૩૯૬૮.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૯૩૦.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪.૫૫ પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે ૧૩૯૮૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ગુરુવારે ભારતીય શેરબજારમાં ન્યૂયર પૂર્વે જ ઉજવણી જોવા મળી હતી. માર્કેટમાં તેજી સતત છઠ્ઠા દિવસે આગળ વધી હતી. જોકે તેની તીવ્રતા થોડી ધીમી પડી હતી. વૈશ્વિક બજારોના પોઝિટિવ અહેવાલ અને વિદેશી રોકાણકારોની સતત ખરીદીને પગલે રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને સીડીજીએસ શેરોમાં લેવાલી જોવા મળી હતી. શરૂઆતી તબક્કામાં નિફ્ટી ફ્યુચરે ૧૪૦૦૦ની સપાટી પાર કરીને ૧૪૦૨૬.૯૦ પોઈન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. માત્ર ૨૬ ટ્રેડિંગ સેશનમાં જ નિફ્ટી ફ્યુચરે ૧૩ હજારથી ૧૪ હજાર સુધીની સફર પુરી કરી હતી. આ સાથે આજે બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સ પણ ૪૭૮૯૬.૯૭ પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શ્યો હતો. જો કે દિવસના શરૂઆતી કલાકના કામકાજમાં જ આ રેકોર્ડ સપાટી નોંધાવી ટોચ પરથી નફારૂપી વેચવાલીનું દબાણ આવતા બન્ને બેન્ચમાર્ક સર્વોચ્ચ સપાટીએથી ઘટાડો નોંધાવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનના મોરચે સારા સમાચાર મળતા બજારમાં લાગલગાટ તેજી રહી છે જો કે આજે ડિસેમ્બર માસની એફએન્ડઓ એક્સપાયરીનો અંતિમ દિવસ હોવાથી શેરબજારમાં ઓળિયા સુલટાવામાં આવતા બે તરફી અફડાતફડી પણ જોવા મળી હતી. બ્રિટને એસ્ટ્રાઝિનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી રસીને મંજૂરી આપી દેતા યુરોપ સહિતના વિશ્વના બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું.ભારતમાં પણ આ રસીને મંજૂરી મળવાની સંભાવના વચ્ચે બજારનું મૂલ્ય ઊંચું હોવા છતાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું આકર્ષણ યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ જોવા મળી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% વધી ને બંધ રહ્યા સાથે માર્કેટ બ્રેડ્થ સાધારણ પોઝિટિવ રહી હતી. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં એનર્જી, એફએમસીજી, આઇટી, ટેલિકોમ, યુટિલિટીઝ, બેન્કેક્સ, ઓઇલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૪૪ અને વધનારની સંખ્યા ૧૭૬૬ રહી હતી, ૧૬૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સ્મોલ કેપમાં, મિડ કેપમાં ઊછાળો…વર્તમાન શેરબજારની તેજીમાં સ્મોલ કેપ અને મિડ કેપ સેગમેન્ટે ત્રણ વર્ષ બાદ લાર્જ કેપને પાછળ રાખ્યા છે. વર્ષ ૨૦૧૮થી સતત અંડરપર્ફોમર રહેલા સ્મોલ કેપ અને મિડ કેપ વર્ષ ૨૦૨૦માં વધુ સુધર્યા છે. છેલ્લા એક વર્ષમાં સ્મોલ કેપમાં અંદાજીત ૩૨%નો તો મિડકેપમાં અંદાજીત ૧૯%નો ઊછાળો આવ્યો છે, તો સામે સેન્સેક્સ આ ગાળામાં અંદાજીત ૧૨.૫% ઊછાળો નોંધાવ્યો છે. જો છેલ્લા છ મહિનાની સરખામણી કરીયે તો સ્મોલ કેપ લાર્જ કેપ-સેન્સેક્સ કરતાં વધુ સુધર્યો છે. છેલ્લા કેટલાક સમયથી અંડરપર્ફોમર રહેલા સ્મોલ અને મિડ કેપ શેરોના સુધારનું આનું કારણ છેલ્લા બે મહિનામાં આવેલા આઇપીઓમાં રોકાણકારોને સારું વળતર મળતા અને વેલ્યૂએશનમાં સુધારાની પોઝિટીવ અસર સેન્ટીમેન્ટ પર થઈ છે. ગત્ માર્ચ મહિનામાં તળિયું બનાવ્યા પછી મિડકેપ અંદાજીત ૮૫% અને સ્મોલ કેપમાં અંદાજીત ૧૦૬%નો ઊછાળો આવ્યો છે. જ્યારે આની સામે સેન્સેક્સ અંદાજીત ૮૬% ઊંચકાયો છે.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારીએ વિશ્વને ઐતિહાસિક કટોકટીમાં ધકેલી દેતાં વિશ્વભરમાં મેગા લોકડાઉન લાદવાની ઊભી થયેલી પરિસ્થિતિએ વૈશ્વિક અર્થતંત્ર માટે આવી પડેલા મહાસંકટના કારણે ભારતીય શેરબજારો વર્ષ ૨૦૨૦માં ૨૩,માર્ચના રોજ ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો હતો.

ઐતિહાસિક કડાકાનું આ ૨૦૨૦ વર્ષ ઐતિહાસિક તેજીનું પણ નીવડી તળીયેથી માત્ર આઠ મહિના ટૂંકાગાળામાં અંદાજીત ૮૪%ના વિક્રમી ઉછાળો નોંધાવી નવો ઈતિહાસ રચી પસાર થઈ ગયું છે. આગામી નવા વર્ષમાં રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના અવિરત રોકાણ પ્રવાહ વૈશ્વિક મોરચે બ્રેક્ઝિટ ડિલની થઈ રહેળી ડેવલપમેન્ટસ અને કોરોનાના નવા સ્વરૂપ અને તેની અસર પર નજર સાથે કોરોના વેક્સિનના ડેવલપમેન્ટ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

ભારતીય શેરબજારમાં અત્યારે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ જરૂર જોવાઈ રહી છે પરંતુ વિદેશી સંસ્થાઓની અવિરત લેવાલી થકી ભારતીય શેરબજાર તેજીના માહોલમાં ટ્રેડ નોંધાવી રહ્યું છે આગામી સપ્તાહમાં બજાર ઈન્ટ્રા-ડે કરેકશન નોંધાવી ફરી વિક્રમી તેજી તરફ ના માહોલમાં શેરોમાં ઉછાળે ખરીદીમાં સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક ગાળાના પરિણામો, કોરોના વાઇરસની રસીનું વિતરણ અને એફઆઇઆઇની નોંધપાત્ર ખરીદી કે વેચવાલી ઉપર નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં બજારની આગામી તેજીનો આધાર ..!!!
Next Article નિફ્ટી ફ્યુચર ૧૪૧૦૪ પોઈન્ટ મહત્વની સપાટી….!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

5 months ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

5 months ago

ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમોના ટોળાં અને પોલીસ વચ્ચે હોબાળો

5 months ago

લો બોલો ! ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો અને …

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up