ઉત્તર પ્રદેશના કાનપુરમાં પારિવારિક ઝઘડાએ એવું હિંસક સ્વરૂપ ધારણ કર્યું કે મામલો સીધો હોસ્પિટલ સુધી પહોંચી ગયો.ભત્રીજાને માર મારવાની બાબતે શરૂ થયેલા વિવાદમાં ભાભીએ પોતાના 37 વર્ષીય દિયર રજનીશના ગુપ્તાંગ પર બટકું ભરી લેતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી.સારવાર દરમિયાન તબીબોએ 55 ટાંકા લેવા પડ્યા હતા.આ ઘટના શુક્રવારે બની હતી.રજનીશના ભાઈ પુષ્પરાજના પુત્રને કોઈ કારણસર કાકા રજનીશ અને કાકી સુમનના ઘરે બોલાચાલી થઈ હતી.આ દરમિયાન રજનીશે પોતાના ભત્રીજાને માર માર્યો હતો.બાળકે ઘરે જઈને માતા ગાયત્રીને સમગ્ર વાત જણાવી હતી.પુત્રને માર મારવામાં આવતાં ગાયત્રી ગુસ્સે થઈને રજનીશના ઘરે પહોંચી હતી.ત્યારબાદ બંને પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.શરૂઆતમાં શબ્દોના યુદ્ધથી શરૂ થયેલો વિવાદ જોતજોતામાં મારામારી સુધી પહોંચી ગયો હતો.ઝઘડા દરમિયાન રજનીશે આવેશમાં આવીને પોતાનાં કપડાં ઉતારી દીધાં હતાં.આ દરમિયાન ગાયત્રીએ તેને જમીન પર પછાડીને તેના ગુપ્તાંગ પર બટકું ભરી લીધું હતું.અચાનક થયેલા આ હુમલાથી રજનીશની હાલત ગંભીર બની હતી અને તે બૂમો પાડવા લાગ્યો હતો.અવાજ સાંભળીને રજનીશના પિતા અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઘાયલ રજનીશને તાત્કાલિક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી)માં લઈ જવામાં આવ્યો હતો.તેની ઈજાની ગંભીરતા જોઈને તબીબોએ વધુ સારવાર માટે તેને કાનપુરની હેલેટ હોસ્પિટલમાં રિફર કર્યો હતો.હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેના ગુપ્તાંગની ઈજાને કારણે 55 ટાંકા લેવા પડ્યા હતા.ઘટના બાદ રજનીશની પત્ની સુમને પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગાયત્રી તથા તેના પતિ પુષ્પરાજ સામે ફરિયાદ નોંધાવી હતી.પુષ્પરાજ અમદાવાદમાં નોકરી કરે છે અને ઘટનાની જાણ થતાં જ પોતાના વતન પરત ફરી રહ્યા છે.વરિષ્ઠ પોલીસ અધિકારી કૃષ્ણકાંત યાદવે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.તપાસમાં સામે આવતી વિગતોના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ભત્રીજાને માર મારવાથી શરૂ થયેલો આ પારિવારિક ઝઘડો આખરે ગંભીર ઈજા,હોસ્પિટલમાં સારવાર અને પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે.ઘરની અંદરનો વિવાદ એટલો વકર્યો કે દિયરને 55 ટાંકા લેવાની નોબત આવી!


