By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GST અધિકારીઓએ ડિસેમ્બરમાં જ 555 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > GST અધિકારીઓએ ડિસેમ્બરમાં જ 555 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો
AhmedabadGeneralGujarat Now

GST અધિકારીઓએ ડિસેમ્બરમાં જ 555 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો

HM News
Last updated: 04/01/2021 6:36 AM
HM News
5 years ago
Share
SHARE

– બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન કરાવી કોઈપણ પ્રકારની વસ્તુના ખરીદ-વેચાણ કર્યા

અમદાવાદ : GST અધિકારીઓએ ગત ડિસેમ્બર મહિનામાં ~ 555 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.ડિપાર્ટમેન્ટ લાંબા સમયથી શંકાસ્પદ કંપનીઓ-વ્યક્તિઓના વ્યવહારો પર વોચ રાખીને દરોડા પાડવાની કામગીરી કરી હતી.ઊંઝા અને સુરતમાંથી જ ~ 555 કરોડના બોગસ બિલકૌભાંડનો પર્દાફાશ કરવાની સાથે છ કૌભાંડીને ઝડપી લેવાયા છે.તટસ્થ તપાસ કરવામાં આવે તો ચોક્કસ મોટામાથાઓની સંડોવણી છતી થાય તેવી પ્રબળ સંભાવના છે.

બિલ વગર ધંધો કરતાં વેપારીઓ કોઈપણ કર ચૂકવતા હોતા નથી.આવા વેપારીઓ બિલથી ધંધો કરે અને સરકારને નફા પર કર ચૂકવે તે માટે GST અમલી થયો છે.GST અમલને ત્રણ વર્ષ થઇ ગયા છે. GST હેઠળ સંખ્યાબંધ વેપારીના GST રજિસ્ટ્રેશન થયા છે અને સરકારની આવકમાં વધારો પણ થયો છે.

બીજી બાજુ,દેશમાં એવા વેપારીઓ પણ છે કે જેમણે GSTનો અમલ શરૂ થયો ત્યારથી બિલ વગર જ ખરીદ વેચાણ કરવાનું શરૂ કરી દીધું છે.કેટલાક કૌભાંડીઓએ આ કાયદાનો ગેરલાભ ઊઠાવવા માટે માત્રને માત્ર બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન કરાવી કોઈપણ પ્રકારની વસ્તુના ખરીદ-વેચાણ કર્યા વગર બોગસ બિલો જનરેટ કરી સરકાર પાસેથી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પડાવવાનો ધંધો શરૂ કરી દીધો છે.આ પરિસ્થિતિમાં ગુજરાતમાં તો જાણે બોગસ બિલ જનરેટ કરવાનો જ નવો ધંધો ફૂલીફાલી રહ્યો હોય તેવો ઘાટ છે.

સુરતના ઉમંગ પટેલે બિલ્ડિંગ મટિરિયલની 21 બોગસ કંપનીઓ બનાવી 219 કરોડના બોગસ બિલ જનરેટ કર્યા

GST અધિકારીઓ રિટર્નની તપાસ કરતા હતા ત્યારે સુરતના ઉમંગ જોગેશભાઈ પટેલ દ્વારા ઓપરેટ કરતી 21 કંપનીના વ્યવહાર શંકાસ્પદ લાગતા તેની તપાસ શરૂ કરાઈ.જેમાં એવું સ્પષ્ટ થયું કે ઉમંગે કોઈપણ પ્રકારના બિલ્ડિંગ મટિરિયલની ખરીદ વેચાણ કર્યા વગર માત્ર પોતાની જ કંપનીઓમાં બોગસ ખરીદ-વેચાણના બિલ જનરેટ કરી સરકાર પાસેથી ખોટી રીતે 40 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઘર ભેગી કરી હતી.અધિકારીઓએ તેને ઝડપી લે તે પહેલાં જ તે વિદેશ ભાગી ગયો હતો. તપાસ ઢીલી પડતા સુરત પાછા આવેલા ઉમંગને ઝડપી લેવામાં અધિકારીઓને સફળતા મળી છે.

સુરતના સંજય દૂધવાળાએ ઓઇલ અને કેમિકલના 83 કરોડના બોગસ બિલ જનરેટ કર્યા

ઓઇલ અને કેમિકલની લે-વેચ કરતી કંપનીઓ દ્વારા કરોડોના ઇનવોઇસની વિગતો અધિકારીઓના ધ્યાને આવતા તેની તપાસ શરૂ કરવામાં આવી ત્યારે સ્પષ્ટ થયું હતું કે ચોક્કસ પાંચ કંપનીઓ જ એકબીજા પાસેથી ખરીદ વેચાણ કરી રહી છે.તપાસમાં સ્પષ્ટ થયું કે સુરતના માસ્ટર માઈન્ડ સંજય ઇશ્વરભાઇ દૂધવાળાએ પાંચ કંપનીઓ રજિસ્ટર કરાવી તેમાં જ બોગસ ખરીદ-વેચાણના 83 કરોડના બિલ જનરેટ કરી સરકારને 12 કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ પ્રકરણમાં સંજયની ધરપકડ કરી તપાસ કરવામાં આવી રહી છે.

ઊંઝાના સુપ્રીમ પટેલે 144 કરોડના બોગસ ઈ-વે-બિલ જનરેટ કર્યા

ઊંઝા બોગસ બિલિંગ કૌભાંડમાં ગુજરાતમાં અવ્વલ છે. GST અધિકારીઓએ ઊંઝામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સુપ્રીમ જિતેન્દ્ર પટેલની ઓફિસમાં અને ઘરમાંથી કોઈ જ વિગતો મળી નહોતી.સુપ્રીમ પટેલનો મોબાઇલ ફોન ચેક કરતા જાણે કે અધિકારીઓને લોટરી લાગી હતી.તેના મોબાઈલ ફોનમાં તમામ બોગસ કંપનીઓના GST નંબરની વિગતો હતી અને એક્સેલ ફાઇલમાં તમામ બોગસ બિલોની પણ વિગતો હતી.અધિકારીઓને તેના લોગઇન આઈડી અને પાસવર્ડ પણ મળી ગયા હતા. તેથી તપાસ કરતા

~ 144 કરોડના બોગસ ઈ-વે-બિલ જનરેટ થયા હોવાની વિગતો ખુલી હતી.સુપ્રીમ પટેલ સાથે અમદાવાદ,મહેસાણા,વડનગર,ઊંઝા,સિદ્ધપુર,હિંમતનગરના પણ કેટલાક વેપારીઓ સંડોવાયેલા હોવાની વિગતો મળી હતી. તપાસ કરતા ઘણા મોટામાથાંની સંડોવણી સામે આવી રહી છે. સુપ્રીમ પટેલની તપાસના આધારે ઊંઝામાંથી જ વધુ એક બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું હતું.

અમિત ઉર્ફે ટોમી,સંજય માધા અને હિરેન પટેલે 109 કરોડના બોગસ બિલ જનરેટ કર્યા

GST અધિકારીઓ ઊંઝામાં રેડ પાડે અને બોગસ બિલિંગ કૌભાંડમાં સ્થાનિક માસ્ટર માઇન્ડ સંજય પ્રહલાદભાઈ પટેલ ઉર્ફે સંજય માધાની સંડોવણી આવે નહીં તે અશક્ય છે. અધિકારીઓએ ઊંઝાની 40 પેઢી પર દરોડા પાડી તપાસ શરૂ કરતાં પ્રાથમિક તપાસમાં જ ~ 109 કરોડના બોગસ બિલિંગ કૌભાંડની વિગતો સામે આવી હતી. જેના મુખ્ય સૂત્રધાર અમિત રમેશભાઈ પટેલ ઉર્ફે ટોમી, સંજય પ્રહલાદભાઈ પટેલ ઉર્ફે સંજય માધા તથા હિરેન મોહનભાઈ પટેલ હોવાનું છતું થયું હતું. ટોમી અને સંજય માધાને ઝડપી લેવામાં અધિકારીઓ સફળ થયા હતા પરંતુ હિરેન અધિકારીઓને અંબાજીથી આબુ, આબુથી ઉદયપુર અને ઉદયપુરથી અંબાજી દોડાવ્યા બાદ હાથ લાગ્યો હતો.હિરેન પાસેથી પેનડ્રાઈવ,ઘણા દસ્તાવેજો,ભાડા કરાર,મોબાઈલ અને અન્ય ઘણા વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા. ત્રણેની ધરપકડ કરી અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે.

આરોપી પરેશ ચૌહાણની સારવાર GST અધિકારીઓએ કરાવવી પડી હતી

સૌથી મોટું કૌભાંડ કરનાર પરેશ ચૌહાણને GST અધિકારીઓએ ઝડપી લીધા બાદ પૂછપરછ દરમિયાન તેની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.અધિકારીઓએ ડિપાર્ટમેન્ટના ખર્ચે તેની સારવાર કરાવી સ્ટેન્ટ મૂકવા પડ્યા હતા.અધિકારીઓને હોસ્પિટલમાં તેની સેવા ચાકરી માટે ખડે પગે હાજર પણ રહેવું
પડ્યું હતું.

લાખો કંપનીના રજિસ્ટ્રેશન રદ કરાયા છતાં રોજેરોજ સંખ્યાબંધ નવી બોગસ કંપનીઓ નોંધાઇ રહી છે

બોગસ બિલિંગ કૌભાંડની મોડેસ ઓપરેન્ડી છતી થતાં સરકારે આવી કંપનીઓના રજિસ્ટ્રેશન રદ કરવાની કવાયત હાથ ધરી હતી.આ કવાયત દરમિયાન દેશભરમાં લાખો કંપનીઓના રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા છે અને તે પ્રક્રિયા હજુ અવિરત ચાલી રહી છે.રોજેરોજ સંખ્યાબંધ નવી બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે.આવી બોગસ કંપની નોંધણી થતી અટકે તે માટે અધિકારીઓ યોગ્ય ઉપાય શોધી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article GST ચોરી ઉપર સરકાર તૂટી પડી, ૭૦૦૦ કરચોરો ઉપર તવાઈ
Next Article પથ્થરબાજી કરનારને જેલ ભેગા કરવા કાયદો આવશે!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up