– સરકારી કામોમાં ચાલતા કારભારની માહિતી માંગી હતી
ઉચ્છલ : ઉચ્છલ ગ્રામ પંચાયતમાં જાગૃત નાગરિકોએ માહિતી અધિકારમાં ગેરકારણોસર ચાલતા કારભારમાં ભષ્ટાચારની માહિતી છુપાવતા તાપી કલેક્ટરને રજૂઆત કરી ભૂખ હડતાલ પર ઉતારવાની લેખિત ફરિયાદ કરી જાણ કરાઈ છે.
ઉચ્છલ રહેતા અર્જુનભાઈ ગામીતે તાપી કલેક્ટરને આવેદન્ર આપતા જણાવેલ છે કે 19/2/2020 ના રોજ માહિતી અધિકાર હેઠળ ગામ પંચાયતમાં સરકારી કામોમાં તેમજ ગેરકારણોસર ચાલતા કારભાર સામે ભ્રષ્ટાચાર માહિતી માંગી હતી.ત્યાર બાદ પ્રથમ અપીલ તા.10/9/2020 ના રોજ અને બીજી અપીલ તા. 6/10/2020 ના રોજ રાખવામાં આવી હતી. તે તમામનો જવાબ તેમજ નિવારણ આજદિન સુધી અમને મળ્યો નથી. તેનુ શુ કારણ અને શા કારણે મળેલ નથી.તે ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવેલ નથી. જેથી નિવારણ ન મળે તો હુ નામે- અર્જુનભાઈ ગામીત ઉચ્છલ મામલતદાર કચેરી સામે હડતાળ પર બેસીસ અને પશ્ન ઉકેલની માંગ કરીશ અને 2/2/2021 સુધી ઉકેલ ન આવેતો ઉગ્ર આંદોલનની તૈયારી કરીશ અને વિકાસ ગાંડો થયો છેના નારા સાથે આંદોલન કરીશ.એવી રજૂઆત સાથે તા.31/12/2020 ના રોજ તાપી કલેક્ટરને આવેદન આપ્યું હતું.


