સિદ્ધપુર પાટણ જિલ્લામાં સૌ પ્રથમવાર જુના ડિટેઇન કરાયેલા વાહનોની હરાજી સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી. સિદ્ધપુર પોલીસ સ્ટેશનની સ્થાપના બાદ પ્રથમવાર ડિટેઇન કરાયેલા વાહનોની હરાજી કરવામાં આવી હતી.વિવિધ ગુનાઓમાં,મોટર વ્હીકલ એકટ, બિનવારસી અને સી.આર.પી.સી ૧૦૨ મુજબ કબજે કરાયેલા વાહનોની કરવામાં આવી હરાજી કરાઈ હતી.હરાજીમાં કુલ મળીને ૨૭૬ વાહનો હતા જેમાં ૨૧૦ ટુ વ્હીલર,૫૧ થ્રી વ્હીલર અને ૧૫ ફોર વ્હીલર જેટલા વાહનો હતા જેની કુલ ૧,૯૩,૦૦૦ રૂપિયા હરાજી પેટે ઉપજ્યા હતા.
પોલીસ મહા નિર્દેશક રેન્જ આઈ.જી મુથલીયાના હુકમથી પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના આદેશથી સિદ્ધપુર નાયબ અધિક્ષક સી.એલ.સોલંકી અને સિદ્ધપુર પોલીસ ઈન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈ દ્વારા ગુજરાત પોલીસ એકટ ૧૯૫૧ અને સી.આર.પી.સીમાં જોગવાઈ મુજબ આ હરાજી કરવામાં આવી હતી.હરાજી બે પ્રકારમાં થાય છે. જેમાં એક પોલીસ દ્વારા કરવામાં આવતી હરાજી અને બીજી નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવતી હરાજી. જેમાં સિદ્ધપુર પોલીસ દ્વારા ૨૭૬ ડિટેઇન વાહનોની હરાજી પુરી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટ દ્વારા ડિટેઇન કરાયેલા ૬૮ જેટલા વાહનોની હરાજી આગામી સમયમાં કોર્ટની મંજૂરી બાદ પુરી કરવામાં આવશે.