અમદાવાદમાં વિધર્મી યુવાને સાથે કામ કરતી યુવતી ને પ્રેમ માં ફસાવી જુદાજુદા સ્થળે શરીર સુખ માણી યુવતીને તરછોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.અમદાવાદ ના શાહઆલમમાં એક 24 વર્ષના વિધર્મી યુવાને શહેરની એક યુવતીને પ્રેમ માં ફસાવી શરીર સુખ માણતો હતો પણ પછી વાસના પુરી થતા તરછોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.વિધર્મી યુવાન પ્રહલાદનગર ગાર્ડન નજીક એક કંપનીમાં નોકરી કરતો હતો.ત્યારે તેની સાથે વાસણા વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતી પણ ત્યાં જોબ કરતી હોય બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.યુવાને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સુખ માણ્યું હતું.યુવક યુવતીને જુદી જુદી જગ્યાએ લઈ જતો હતો અને મન ભરી વાસના સંતોષી લીધા બાદ હાથ ઉંચા કરી તેણે યુવતી સાથે લગ્ન કર્યાં ન હતાં.પરિણામે છેતરાયેલી યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે વાસણા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી શાહઆલમના યુવાનની ધરપકડ કરી પાંજરે પૂર્યો હતો.