– શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ હંમેશા કંગાળ રહ્યો છે ત્યારે એકપણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા મળે તો કરિશ્મા જ હશે,બીજી તરફ ભાજપ્નું એડી-ચોટીનું જોર
ગુજરાતની આઠ પૈકી છ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાનારી ચૂંટણીમાં ભાજપે 500 પ્લસ બેઠકો જીતવાનો ટારગેટ રાખ્યો છે.જો આમ થશે તો તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરીથી ભાજપ્નો ભગવો લહેરાય તેવી સંભાવના છે.બીજી તરફ કોંગ્રેસ શહેરી વિસ્તારમાં અત્યંત કંગાળ દેખાવ કરતી હોવાથી એકપણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસને સત્તા મળવાની ચાન્સ ખૂબ ઓછા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નજીકના વર્તુળો જણાવે છે કે છ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 576 બેઠકો પૈકી પાર્ટીએ અંદરખાને 500 પ્લસ બેઠકોનો ટારગેટ રાખ્યો છે.જો ટારગેટ પ્રમાણે બેઠકો મળશે તો વિપક્ષનું સ્થાન નહીંવત થઇ જવાની સંભાવના છે. 2015ની ચૂંટણી સમયે ભાજપને એકલા અમદાવાદમાં 140 બેઠકો મળી હતી.આ વખતે પાર્ટીએ 172 પ્લસનું ટારગેટ રાખ્યું છે,જ્યારે સુરતમાં 120 બેઠકો મેળવવાનું લક્ષ્ય છે.એટલે કે સુરતમાં ભાજપને વિપક્ષ જોઇતો નથી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે ત્યારે 2015માં યોજાયેલી ચૂંટણીના પરિણામ પર પણ નજર કરવા જેવી છે.નરેન્દ્ર મોદીનો કરિશ્મા હોવા છતાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના પગ નીચેથી ધરકી સરકી જાય તેવા પરિણામ સામે આવ્યા હતા.
2015ની સ્થાનિક ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ કરતાં કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી ઉંચી આવી હતી, જ્યારે શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ બહેતર રહ્યો હતો. ભાજપ માટે ગ્રામ્ય વિસ્તારના મતદારો ખતરાની ઘંટી છે, જ્યારે કોંગ્રેસ માટે શહેરના મતદારોને રિઝવવા એ થોડું કઠીન છે.
રાજ્ય ચૂંટણી પંચના આંકડા પ્રમાણે રાજ્યના છ મહાનગરોમાં મોટાભાગના મતદારોએ ભાજપ્ની તરફેણમાં મતો આપ્યા હતા.નગરપાલિકામાં ભાજપ્ને 44.69 ટકા અને કોંગ્રેસને 39.59 ટકા મતો મળ્યા હતા જ્યારે મહાનગરમાં ભાજપ્ને મળેલા મતોની ટકાવારી 50.13 થવા જાય છે ત્યારે કોંગ્રેસનો વાવટો 41.12 ટકામાં સમેટાઇ ગયો હતો.2010માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થઇ હતી ત્યારે મહાનગરોમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોની ટકાવારીમાં 20 ટકાનું અંતર હતું તે 2015માં ઘટી ગયું હતું પરંતુ ભાજપે તેના રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઉતાયર્િ હોવાથી શહેરી વિસ્તારમાં કોંગ્રેસને સત્તા મળવાના ચાન્સ ખૂબ ઓછા જોવા મળી રહ્યાં છે.


