ગ્વાલીયર તા. 11 : મધ્યપ્રદેશના ગ્વાલીયરમાં અખીલ ભારતીય હિન્દુ મહાસભાએ મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના નામ ઉપર ‘ગોડસે પાઠશાલા’ શરુ કરતા વિવાદ સર્જાયો છે.ગ્વાલીયરની આ પાઠશાળામાં એક લાયબ્રેરીનું નામ પણ નથુરામ ગોડસે ઉપર રાખવામાં આવ્યુ છે.અને અહીં ગોડસેની વિચારધારા ભણાવવામાં આવશે. તથા ખાસ ગોડસેની કહેવાતી દેશભકિતના ચેપ્ટર તૈયાર કરાયા છે જે બાળકોને શીખડાવવામાં આવશે.ખાસ કરીને આરએસએસની શાખાઓમાં જતા બાળકો અહીં આવે તેવી શકયતા છે.હિન્દુ મહાસભાએ સંઘ સાથે સંકળાયેલી સંસ્થા છે.અને તેનું કહેવુ છે કે દેશમાં અમર શહિદો અને મહાપુુરુષોનું અપમાન થાય છે.તેમણે આ માટે હવે ગોડસે સહીતના લોકોના જીવન ચરીત્ર સહીતની માહીતી લોકોને મળે તે માટે તૈયારી કરી છે.હજુ થોડા દીવસ પહેલા જ ગ્વાલીયરમાં ગોડસેનો જન્મ દિવસ પણ મનાવવામાં આવ્યો હતો.તો ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ખુલ્લેઆમ ગોડસેની વીચારધારાને ટેકો આપતા ભાજપ વિવાદમાં સપડાય ગયો હતો.અને સાધ્વીએ માફી માંગવી પડી હતી.
ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેની મહિમા ગાવાનુ ફરી એકવાર શરૂ થયું છે.મધ્ય પ્રદેશમાં ફરી એકવાર મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેની મહિમા ગાથા કરવામાં આવી રહી છે.ગ્વાલિયર હિંદી મહાસભાએ જિલ્લામાં ગોડસેની જ્ઞાનશાળા શરૂ કરી છે.આ જ્ઞાન શાળામાં યુવાનોને ગોડસેની વિચારધારા ભણાવવામાં આવશે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આખા આયોજન માટે મધ્ય પ્રદેશની શિવરાજ સરકારે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી.
નાથૂરામ ગોડસેની જ્ઞાનશાળામાં ગાંધીજીના હત્યારાની જય ઘોષ પણ કરવામાં આવશે.જ્ઞાનશાળામાં નાથૂરામ ગોડસેની કહેવાતી દેશભકિતના કિસ્સા સંભળાવાશે.ગાંધીના હત્યારા ગોડસે હિંદૂ મહાસભા સાથે જોડાયેલા હતા.હિંદૂ મહાસભા વાર તહેવારે ગોડસેના ગુણગાન ગાયા કરતી હોય છે.મધ્ય પ્રદેશમાં રવિવારે હિંદૂ મહાસભાએ દેશના અમર શહીદો અને મહાપુરૂષોનું અપમાન પણ કર્યું. નાથૂરામ ગોડસેની તસ્વીરોની સાથે મહારાણા પ્રતાપ, મહારાણી લક્ષ્મીબાઇ, ગુરુ ગોવિંદ સિંહ અને લાલા લજપતરાયની તસ્વીરો પણ મુકવામાં આવી હતી.
મધ્ય પ્રદેશમાં ગોડસેને લઇને વિવાદને લાંબો સબંધ રહ્યો છે.હિદૂ મહાસભા ગ્વાલિયરમાં દર વર્ષે નાથૂરામ ગોડસેનો જન્મ દિવસ મનાવે છે.બે વર્ષ પહેલાં ભોપાલમાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા પણ ગોડસેને દેશભકત બતાવીને વિવાદમાં આવી ચુકી છે.જો કે દેશભરમાં ભારે હોબાળો મચી જતા તેમણે સંસદમાં ડબલ માંગવી માંગવી પડી હતી.મહાત્માં ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેને આમ તો ઘણા લોકો જાણે જ છે,પણ કદાચ નવી પેઢીને આ વાતની ખબર ન હોય.નાથૂરામ ગોડસેએ 30 જાન્યુઆરી 1948ના દિવસે સાંજે બિડલા હાઉસ ખાતે ગાંધીની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. તે વખતે મહાત્મા ગાંધી સાંજની પ્રાથના માટે જઇ રહ્યા હતા.મહાત્મા ગાંધીની એકદમ નજીક જઇને નાથૂરામ ગોડસેએ ગાંધીને ત્રણ ગોળી મારી દીધી હતી જેમાં ગાંધીજીનું મોત થયું હતું.એ પછી 15 નવેમ્બર 1949માં અંબાલા જેલમાં નાથૂરામ ગોડસેને ફાંસી આપી દેવામાં આવી હતી.
નાથૂરામ ગોડસે અને ગાંધીજી આ દુનિયામાં નથી,પણ તેમના નામે ચરી ખાનારા લોકો સમયાંતરે કઇંકને કઇંક પ્રવૃતિ કરતા રહે છે.છેલ્લાં ઘણા સમયથી એક એવો વર્ગ ઉભો થયો છે જે નાથૂરામ ગોડસેની તરફદારી કરી રહ્યો છે.તેમનું માનવું છે કે ગોડસે એ કર્યું તે બરાબર હતું.

