કલકત્તાથી સુરત આવતી ઈન્ડિગોની ફ્લાઈટનું ભોપાલના રાજાભોજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.વિમાનમાં 172 યાત્રી સવાર હતા.મળતી માહિતી પ્રમાણે,કોકપીટમાં ધુમાડાની ગંધ આવતા પાયલોટે આ નિર્ણય લીધો હતો.તમામ યાત્રીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતાય
રસ્તામાં ફ્લાઈટમાં ટેકનિકલી ખામી સર્જાઈ
મળતી માહિતી પ્રમાણે,સવારે ઈન્ડિગોના વિમાને કલકત્તાથી સુરત માટે ઉડાન ભરી હતી. જોકે,રસ્તામાં ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.ભોપાલ એરપોર્ટ નજીક હોવાથી પાયલોટે ભોપાલ એર ટ્રાફિક કન્ટ્રોલ(ATC) ને સંપર્ક કર્યો હતો.વિમાનને રાજાભોજ એરપોર્ટ પર ઉતારવાની સંમતિ લીધી હતી.ત્યારબાદ વિમાનને ભોપાલમાં ઉતારવામાં આવ્યું હતું.આ ફ્લાઈટની અંદરનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.
રવિવારે ઇન્ડિગો એરલાઇન્સની સુરત કોલકાતાની ફલાઇટના કોકપીટમાં અચાનક વાયરિંગ બળવાની ગંધ આવવા લાગી હતી.જેને કારણે પાયલોટે તરત જ ફલાઇટને ભોપાલના રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવી હતી.જોકે ઇમરજન્સી લેન્ડિંગથી ફલાઇટમાં બેઠેલા 178 પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયા હતા.
એરપોર્ટના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,ઇન્ડિગો એરલાઇન્સની 6E357 નંબરની ફલાઇટ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવિવારે 178 પેસેન્જરોને બેસાડી સવારે 10ઃ54 કલાકે ટેકઓફ થઈ હતી.તેવામાં જ ફલાઇટ મધ્યપ્રદેશના હોશંગાબાદ પાસે પહોંચી કે અચાનક જ પાયલોટને કોકપીટમાં વાયરિંગ બળવાની ગંધ આવી હતી.જેથી તેણે ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટે નજીકના ભોપાલના રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટના એટીસી ટાવર પાસે મંજૂરી માંગી હતી.જે મળતા જ પાયલોટે ફલાઇટને 12ઃ10 કલાકે રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમજન્સી અને તે પણ સેફલી લેન્ડિંગ કરાવી હતી. જો કે,ઇમરજન્સી લેન્ડિંગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ 178 પેસેન્જરોમાં ડરનો માહોલ હતો.
28 યાત્રીને કનેક્ટિંગ ફલાઇટથી મોકલાયા
ઇન્ડિગો એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું કે,યાત્રીઓને કોલકાતા પહોંચાડવા નાગપુરથી નવું એરક્રાફ્ટ 16ઃ05 કલાકે રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યું હતું.જેમાં ગુવાહાટી અને કોલકાતાના મળી 150 યાત્રી ગયા હતા.આ સાથે 28 પેસેન્જરોને કનેક્ટિંગ ફલાઇટથી મોકલાયા હતા.
મોડી સાંજે અમે બધા કોલકાતા પહોંચ્યા
પેસેન્જર યોગેશ પરીખે કહ્યું કે,એકાએક જ પાયલોટે ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.આમ,જાના થા કોલકાતા પહોંચ ગયે ભોપાલ! તે પછી બીજી ફલાઇટથી મોડી સાંજે અમને કોલકાતા પહોંચાડાયા હતા.
સેફલી લેન્ડિંગમાં કોઈ પણ જાનહાની ન થઈ
ફલાઇટમાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવતા પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ કરી હતી.ફલાઇટની સેફલી લેન્ડિંગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. >અનીલ વિક્રમ,ડિરેક્ટર, રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ
તાકિદે ફલાઇટને ગ્રાઉન્ડેડ કરવાનો નિર્ણય લેવાયો
ભોપાલના રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારી સૂત્રોથી માહિતી જણાય આવે છે કે,ઇમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ એક કલાક સુધી એરક્રાફ્ટનું ચેકિંગ કરાયું હતું.તેવામાં જ કોકપીટમાં ખામી મળી આવતા તાકિદે ફલાઇટને ગ્રાઉન્ડેડ કરવાનો નિર્ણય લેવાની સાથે નવા એરક્રાફ્ટને બોલાવવાની ફરજ પડી હતી.


