ખેડૂત આંદોલનના 54મા દિવસે પણ ચાલુ છે.નવા કૃષિ કાયદાઓ પરત લેવાની માગ સાથે અડગ ખેડૂતો દિલ્હી બોર્ડર ઉપર જમા થયેલા છે.ખેડૂતોની સાથે વિપક્ષી દળો પણ તેમની સાથે આવી રહ્યા છે.આ વચ્ચે કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર મોટો હુમલો કર્યો છે.તેમણે ટ્વિટર પર કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે.
એક મહિનાથી ખેડૂત કૃષિ કાનૂનોને રદ કરવા માટે ધરણા પર બેઠા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધતા ખેડૂતોની પૂંજી હડપવાનો આરોપ લગાવ્યો છે.રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે પોતાના સૂટ-બૂટ વાળા મિત્રોના 8,75,000 કરોડનું દેવું માફ કરનારી મોદી સરકાર અન્નદાતાઓની પૂંજી સાફ કરવામાં લાગી છે.ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર નિશાન સાધતા રહ્યા છે અને દરરોજ ટ્વીટ કરીને અથવા નિવેદન આપીને પોતાની વાત મૂકી રહ્યા છે.લગભગ એક મહિનાથી ખેડૂત કૃષિ કાનૂનોને રદ કરવા માટે ધરણા પર બેઠા છે.
વડા પ્રધાન દેશના ખેડૂતોની કરતા નથી ઈજ્જત
અગાઉ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે વડા પ્રધાન દેશના ખેડૂતોની ઈજ્જત કરતા નથી અને વારંવાર વાતચીત કરતા માત્ર ખેડૂતોને થકાડવા ઈચ્છે છે.રાહુલ ગાંધીએ એ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી ભલે દેશના વડા પ્રધાન હોય પરંતુ તેમનુ રિમોટ કંટ્રોલ કેટલાક પૂંજીપતિઓના હાથમાં જ છે.
કાયદો પાછો લેવા સુધી કોંગ્રેસ પીછે હટ કરશે નહીં
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કૃષિ કાયદા વિરૂદ્ધ ઉપ રાજ્યપાલના નિવાસના નિકટ આયોજીત કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.આ અવસરે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ ખેડૂતોની સાથે ઉભી છે.સરકારે આ ત્રણેય કાનૂન પાછા લેવા પડશે.સરકાર જ્યાં સુધી આ કાયદો પાછો નહીં લે ત્યાં સુધી કોંગ્રેસ પીછે હટવાની નથી.
કેન્દ્રીય કૃષિ કાયદા વિરૂદ્ધ કોંગ્રેસે શુક્રવારે ખેડૂત અધિકાર દિવસ મનાવ્યો
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૃષિ કાયદા વિરૂદ્ધ કોંગ્રેસે શુક્રવારે ખેડૂત અધિકાર દિવસ મનાવ્યો. જે હેઠળ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ પ્રદેશ મુખ્યાલયો પર ધરણા- પ્રદર્શન કર્યુ હતુ અને રાજ્યપાલ અને ઉપ રાજ્યપાલને મેમોરેન્ડમ સોંપ્યા હતા.મુખ્ય વિપક્ષી પાર્ટીએ આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં સ્પીકઅપ ફૉર કિસાન અધિકાર હેશટેગ થી સોશ્યલ મીડિયા અભિયાન પણ ચલાવ્યુ હતુ.


