બારડોલી : બે મહિના બાદ થયેલી મઢી સુગર ફકેટરીની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ સમીર ભક્તની સહકાર પેનલ બાજી મારી ગઈ હતી. કુલ 17 બેઠકોમાંથી 12 બેઠક સહકાર પેનલના ફાળે જ્યારે 4 બેઠક ઉપપ્રમુખ કેતન પટેલની પરિવર્તન પેનલ અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી.મઢી સુગર ફકેટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ગત ટર્મ દરમ્યાન પરિવર્તન પેનલ બનાવી એક સાથે ચૂંટણી લડનાર સમીર ભક્ત અને કેતન પટેલે આ વખતે અલગ પેનલમાં રહી ચૂંટણી લડી હતી.સમીર ભક્તએ સહકાર પેનલ જ્યારે કેતન પટેલે પરિવર્તન પેનલ પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.કુલ 17 બેઠકો પૈકી ત્રણ બેઠકો બિનહરીફ થઈ હતી.જે પૈકી મંડળી પ્રતિનિધિ અને માંગરોળ વાલિયા બેઠક પર સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.જ્યારે વરાડ બેઠક પર પરિવર્તન પેનલનો ઉમેદવાર બિનહરીફ થયો હતો.અન્ય 14 બેઠકો માટે 19મી નવેમ્બર 2020માં ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ કોર્ટમાં પેન્ડિંગ કેસને કારણે અટકાવી દેવાયુ હતું.દરમ્યાન પરિણામ જાહેર કરવા પરથી રોક હતી જતા આજે મતગણતરી કરવામા આવી હતી.જેમાં સહકાર પેનલે જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો.
સુગરની 12 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ 2 મહિના બાદ જાહેર
મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડનીની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની 2 માસ અગાઉ 2 પેનલ વચ્ચે ચૂંટણી થઈ હતી.પરંતુ કોર્ટ મેટર બનતા મતગણતરી પેન્ડિંગ રહી હતી.જોકે,શુક્રવારે મતગણતરી રાખતા,સવારે શરૂ થયેલ 14 જૂથની બેઠકની મત ગણતરીમાં માજી પ્રમુખ સમીર ભક્તની સહકાર પેનલે 10 બેઠક પર વિજય અને 2 બેઠક માંગરોળ-વાલિયા અને મંડળી પ્રતિનિધિ બિનહરીફ સાથે કુલ 12 બેઠક કબ્જે કરી હતી.
જ્યારે માજી ઉપપ્રમુખ કેતન પટેલની પરિવર્તન પેનલે 3 બેઠક પર વિજય અને 1 વરાડ બેઠક બિનહરીફ સાથે 4 બેઠક કબ્જે કરી હતી. જ્યારે 1 બેઠક પર અપક્ષ વિજય મેળવ્યો છે.સુગરની સત્તા સહકાર પેનલ સંભાળશે, જ્યારે પરિવર્તન પેનલ વિપક્ષ તરીકે રહેશે.મતગણતરી પૂર્ણ થતા જ વિજેતા ઉમેદવારોને ટેકેદારોએ વધાવી લીધા હતા.ઘણા સમયથી સુગરની ચૂંટણીના પરિણામની વાટ જોતા સભાસદોનો આતુરતાનો અંત આવ્યો હતો.વિજેતા ઉમેદવારોને સમર્થકોએ ઉત્સાહભેર વધાવ્યા હતા.
વિવિધ જુથના વિજેતા ઉમેદવાર અને જીતની લીડ
જૂથ ઉમેદવાર પેનલ મળેલ મત લીડ
મઢી સુરેશભાઈ ચૌધરી પરિવર્તન 311 10
બાજીપૂરા સમીરભાઈ ભક્ત સહકાર 483 422
વાલોડ અલ્પેશભાઈ પટેલ સહકાર 316 186
વાંકાનેર યતિનભાઈ પટેલ સહકાર 191 81
નિઝર અતુલભાઈ નાયક સહકાર 116 85
હરિપુરા કેતનભાઈ પટેલ પરિવર્તન 202 75
પલસોદ જીતેન્દ્રભાઈ પટેલ સહકાર 115 72
વરાડ મનીષભાઈ પટેલ પરિવર્તન બિનહરીફ
વ્યારા 1 નટવરભાઈ ભક્ત સહકાર 232 91
વ્યારા 2 હિતેશભાઈ પટેલ સહકાર 304 152
માંગરોળ કિરીટભાઈ વસાવા સહકાર બિનહરીફ
માંડવી 1 નટુભાઈ રબારી અપક્ષ 175 43
માંડવી 2 દિનેશભાઇ પટેલ પરિવર્તન 410 81
મહિલા અનામત સુમિત્રબેન ચૌધરી સહકાર 1549 770
મહિલા અનામત મોક્ષનાબેન ગોહિલ સહકાર 1746 607
ST SC હરીશભાઈ ચૌધરી સહકાર 3227 1288
મંડળી પ્રતિનિધિ માધુભાઈ ચૌધરી સહકાર બિનહરીફ
14માંથી 12 માજી ડિરેક્ટરો જીત્યા
મઢી સુગરની ગત ટર્મના વ્યવસ્થાપક સમિતિના 14 માજી ડિરેક્ટરોએ ફરી ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી.જેમાં બે પક્ષમાં વહેંચાય પેનલ બનાવી હતી.જે પૈકી સહકાર પેનલમાંથી 10 ડિરેક્ટરો,જ્યારે પરિવર્તન પેનલના 2 ડિરેક્ટરોએ વિજય મેળવ્યો હતો. 2 ડિરેકટરએ હારનો સામનો કરવો પડ્યો હતો.
મતગણતરી વેળા 705 મત રદ થયા
મઢી સુગરની ચૂંટણીમાં 17 જૂથની બેઠક માટે ચૂંટણી જાહેર થયા બાદ , 3 જૂથની બેઠક બિનહરીફ થઈ હતી.જ્યારે 14 બેઠક પર મતદાન થયું હતું.જેમાં 5487 સભાસદોએ મતદાન કર્યું હતું.જેમાં મતગણતરી દરમિયાન 705 મત રદ થયા હતા.જેમાં માંડવી જુથ-1માં સૌથી ઓછો માત્ર 1 જ મત રદ થયો હોવાનું નોંધાયું છે.


