By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પતિ-પત્ની સહમત હોય તો તલાક ઝડપથી થઈ શકે, 6 મહિનાનો સમય જરૂરી નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પતિ-પત્ની સહમત હોય તો તલાક ઝડપથી થઈ શકે, 6 મહિનાનો સમય જરૂરી નથી
GeneralNational

પતિ-પત્ની સહમત હોય તો તલાક ઝડપથી થઈ શકે, 6 મહિનાનો સમય જરૂરી નથી

HM News
Last updated: 25/01/2021 10:15 AM
HM News
4 years ago
Share
SHARE

નવીદિલ્હી, તા.25 : પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું કે પતિ-પત્ની સહમતિના આધાર પર તલાક લેવાની માંગ કરે તો તેમણે છ મહિના સુધી સમય લેવાની જરૂર નથી.કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો પતિ-પત્ની વચ્ચે અલગાવ થઈ ગયો હોય અને તેમના સાથે રહેવાની તમામ સંભાવનાઓ પૂર્ણ થઈ ગઈ હોય તો તેમણે સંબંધ બચાવી રાખવાની કોશિશ હેઠળ સમય લેવો જરૂરી નથી.

આ સાથષ જ હાઈકોર્ટે દંપતિને છ માસની સમયમર્યાદાની છૂટ આપતાં તુરંત ફેમિલી કોર્ટને તેમના તલાક પર ચુકાદો આપવાનો આદેશ આપ્યો છે.હાઈકોર્ટે આ આદેશ એક દંપતિ દ્વારા આંતરિક સમહતિના આધાર પર તલાક માંગવાની અરજી પર સુનાવણી કરતાં આપ્યો છે.કોર્ટે જણાવ્યું કે તેમના લગ્ન ડિસેમ્બર-2018માં ઝઝ્ઝરમાં હિન્દુ રીતિ-રિવાજ અનુસાર થયા હતા.બન્ને હિસારમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. તેમને કોઈ બાળ પણ નથી.મનમેળ નહીં આવવાને કારણે બન્ને ઓગસ્ટ-2019થી અલગ થઈ ગયા હતા.

સમાધાન ન થઈ શકતાં તેમણે 13 ઓક્ટોબર-2020માં ફેમિલી કોર્ટ સમક્ષ હિન્દુ વિવાહ અધિનિયમ હેઠળ આંતરિક સહમતિથી લગ્નને ખતમ કરવા અને તલાક માટે એક સંયુક્ત અરજી દાખલ કરી હતી.13 ડિસેમ્બર-2020માં મામલાની પ્રથમ સુનાવણીના સમયે તેમનું નિવેદન પણ નોંધાયું હતું અને બીજી સુનાવણી માટે મામલો 19 એપ્રિલ-2021 સુધી ટાળી દેવાયો હતો.દરમિયાન મહિલા (તલાક માંગનારી પત્ની)એ પોતાના બીજા વિવાહની તૈયારી શરૂ કરી દીધી હતી પરંતુ તલાક માટે આંતરિક સહમતિ અરજી વિચારાધીન હોવાને કારણે તે આવું કરી શકતી નહોતી.

સુરત વરાછામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, 10 ગ્રાહકો અને સંચાલકની ધરપકડ
વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી લેશે સંન્યાસ, સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાની કામના
હવે ૪૦૦૦ ભાડું ભરનાર વ્યકિતએ પણ રિટર્ન ભરવું પડશે
કોરોનાના ગભરાટમાં રોકાણકારોના બે દિવસમાં રુ 7 લાખ કરોડ ડૂબ્યાં
શું કોલંબિયન સિંગર શકીરા જેલમાં જશે? 14.5 મિલિયન યુરો સાથે સંકળાયેલો છે કેસ
Share This Article
Facebook Email Print
Previous Article TRP કૌભાંડમાં અર્ણવની લાંચ બદલ ધરપકડના ભણકારા
Next Article ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુ વિરૂધ્ધ જબ્બર વિરોધ પ્રદર્શન સાથે રાજીનામાની માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up