– પ્રદેશ અધ્યક્ષ પાટીલ કાલે યોજશે સરપંચ સંવાદ તથા આઈડી કાડનુેં થશે વિતરણ : તો સ્થાનીક સ્વરાજ્યના નિરીક્ષકો પણ કાલ સાંજથી નાખશે પડાવ : તા.૨૯થી ૩૧મી સુધી નીરીક્ષકો રહેશે કચ્છમાં : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના કચ્છના નીરીક્ષકો સાથે યોજશે બેઠક બાદમાં મળશે જિલ્લા સંકલન મીટીંગ
ગાંધીધામ : સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીનો એલાન થવા થવા પામ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ટીમ પ્રદેશ એકશનમાં આવી છે.કાલથી કચ્છમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહીતનાઓના કાફલાઓનો પડાવ થશે.ગાંધીનગર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સીઆર પાટીલ ભુજ મીરજાપર રોડ પાસે આવેલ મેદાનમાં સવારે ૧૦.૩૦ કલાકે સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાગ લેનાર છે તો બીજી તરફ આવતી કાલથી સ્થાનીક સ્વરાજ્ય ચુંટણીના કચ્છના ભાજપના પ્રદેશ નીરીક્ષકો દિલીપભાઈ ઠાકોર, પ્રદિપસિંહ વાઘેલા અને ડો. તેજશ્રીબેન પટેલ આવી પહોચશે. તા. ૨૯થી ૩૧મી જાન્યુઆરી દરમિયાન ચુંટણી લક્ષી પ્રક્રીયાઓમાં ભાગ લેશે.


