દેશનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે બજેટમાં ઘણી વસ્તુઓ પર લાગવાવાળી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થઇ શકે છે.કસ્ટમ ડ્યુટી ઘટવાને કારણે ઘણી વસ્તુઓના ભાવમાં પણ ઓછો થવાની સંભાવના છે. કોરોના વાયરસને કારણે પહેલાથી બજારમાં ઓછી માંગ છે જેને કારણે એક એવું પગલું ભરવામાં આવી શકે છે જેનાથી ફરી માંગ પેદા થાય.
શું સસ્તું થશે ?
આ વખતે બજેટમાં ફર્નિચરનો કાચો માલ,તાંબા ભંગાર,અમુક રીતના કેમિકલ.દુરસંચારના ઉપકરણો અને રબર ઉત્પાદન પર લાગનારી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની વાત સામે આવી રહી છે.આટલું જ નહીં બની શકે છે પોલીશ કરેલ હીરા,ચામડાના કપડાં અને કાલીન જેવી વસ્તુઓ ઉપર પણ કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે.માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર દ્વારા આ વખતના બજેટમાં કોલતાર પિચ અને કોપર સ્ક્રેપ પર લગાવવામાં આવતી આયાત શુલ્ક પણ ઘટાડવામાં આવી શકે છે.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર મોંઘા રો મટીરીયલને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારત તરફથી ફર્નિચર નિકાસ ફક્ત 1 ટકા છે.જોકે અહીં એક વાત ધ્યાને રાખવા જેવી છે કે ચીન અને વિયેતનામ જેવા દેશોમાંથી આ સેક્ટરમાં ખુબ મોટી માત્રામાં નિકાસ થઇ રહી છે.
શું મોંઘુ થશે ?
બજેટમાં શું મોંઘુ થશે તે અંગે કઈ નક્કર બાબત બજેટ અગાઉ ના કહી શકાય પરંતુ જાણકારો માની રહ્યા છે કે આ વખતે રેફ્રિજરેટર,વોશિંગ મશીન અને ક્લોથ ડ્રાયર જેવી વસ્તુઓ પર ટેક્સ વધી શકે છે.એટલે કે આગામી બજેટમાં આ સામાન મોંઘો થઇ શકે છે.


