By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં 13 વર્ષના બાળકે પોતાના મિત્રને માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરતા ચકચાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 13 વર્ષના બાળકે પોતાના મિત્રને માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરતા ચકચાર
GeneralSurat

સુરતમાં 13 વર્ષના બાળકે પોતાના મિત્રને માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરતા ચકચાર

HM News
Last updated: 29/01/2021 4:58 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સુરતમાં ગુનાખોરી વધી રહી છે.હત્યા,આતંક,મારામારીની સાથે સુરતીઓની સવાર પડે છે,અને રાત વીતે છે.આવામાં હવે બાળકો સુધી ક્રાઈમ પહોંચી ગયો છે.સુરતમાં હત્યાનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે.જેમાં એક 12 વર્ષના બાળકને તેના જ 13 વર્ષના બાળ મિત્રએ હત્યા કરી છે.નાનાભાઈને અપશબ્દ બોલતા બાળકે તેના મિત્રને લાકડાના બે ફટકા માથામાં માર્યા હતા.જેથી બાળકનું મોત નિપજ્યું છે. પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,સુરતના ભેસ્તાન સરસ્વતી આવાસમાં રહેતા શ્રીલાલ યાદવ મૂળ અલાહાબાદનો વતની છે.તેમના દીકરો અંશુ ગુરુવારે સવારે રમવા ગયો હતો,પરંતુ બાદમાં પાછો આવ્યો ન હતો.પરિવારજનોએ ભારે શોધખોળ કરતા ઘરેથી થોડે દૂર ઝાડીમાં તેની લાશ મળી હતી.ત્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસને જે જાણવા મળ્યું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.પોલીસ તપાસમાં ખૂલ્યું કે,અંશુની હત્યા તેના જ 13 વર્ષના એક મિત્ર જૈનિલે (નામ બદલ્યું છે) કરી હતી.

બન્યું એમ હતું કે, અંશુ અને જૈનિલ બંને મિત્રો હતા.પરંતુ જૈનિલ અંશુના નાના ભાઈને ગાળો આપીને મારતો હતો.તેથી ગુસ્સે થયેલા જૈનિલે અંશુના માથામાં લાકડાના ફટકા માર્યા હતા.અંશુને મારીને જૈનિલ ત્યાંથી ભાગી ગયો હતો. લાકડીનો માર એટલો જોરદાર હતો કે,અંશુ ત્યાં જ ઢળી પડ્યો હતો અને ગણતરીની પળોમાં અંશુનું મોત નિપજ્યું હતું.

પોલીસ તપાસમાં પોલીસે જોયું કે, જૈનિલને ઈજા પહોંચી હતી.તેથી તેને પૂછપરછ કરતા તેણે અંશુની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો.

ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો અંશુનો મૃતદેહ

જૈનિલે સવારે અંશુની હત્યા કરી હતી. તેની લાશ બપોરે બે વાગ્યાની આસપાસ મળી હતી.પરંતુ ત્યા સુધી તો અંશુની લાશને ડુક્કરે ખાધી હતી.તેનું નાક અને વાળ ડુક્કર ખાઈ ગયા હતા.તેના માથામાં વાળ પણ ન હતા.આમ,ક્ષતવિક્ષત થયેલી હાલતમાં તેની લાશ મળી હતી.

C R Patilની હાલકને ઘોળીને પી ગયા ભાજપના નેતાઓ, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા
શેરબજારમાં પ્રત્યાઘાતી ઉછાળો : સેન્સેકસ 500 અંક ઉછળ્યો
નિકિતા તોમર હત્યાકાંડઃ પોલીસે 11 જ દિવસમાં દાખલ કરી 700 પાનની ચાર્જશીટ
રશિયાએ રોમાનિયાના જહાજ પર હુમલો કરતાં નાટો ધૂંઆપૂંઆ
ઈન્ડિયન ઓઈલ તરફથી નવા વર્ષની ભેટ : કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 100નો ઘટાડો
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હીમાં હિંસા : થરૂર સહીત 6-પત્રકારો સામે દેશદ્રોહની ફરિયાદ દાખલ કરાય
Next Article આણંદ જિલ્લામાં પત્નીના ચરિત્ર પર શંકા જતા જલ્લાદ જેવા પિતાએ 5 વર્ષની પુત્રીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ..કહ્યું કે પુત્રી બીજા કોઈનું સંતાન હતી….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up