– 14 મુદ્દા સાથે પાલિકાની સભામાં 2021-22ના બજેટને મંજૂરી
પારડી : પારડી પાલિકાના સભાખંડમાં ગુરૂવારે 14 મુદ્દાઓને આવરી સામાન્ય સભા મળી હતી.સભામાં ગત સભાની નોધને વંચાણે લઈ મંજૂરી આપવામાં ભારે ગરમા ગરમી થતાં સભા લંબાઈને પૂરા ત્રણ ક્લાક સુધી ચાલી હતી.જેમાં કેટલાક સભ્યો તો પોતાની ખુરશીને છોડી અંતમાં જતાં રહ્યા હતા. સભામાં માજી આરોગ્ય ચેરમેન અલી અંસારીએ મારી ત્રણ અરજી હોવા છતાં કેમ કામ કરતા નથી તેવો સવાલ કરતા તેમના ઉપર કોંગ્રેસ પ્રેરિત અપક્ષ સભ્યે વીફરી જઈ પાણીની બાટલી છૂટી મારવાનો પ્રયાસ કરતાં સભા ગરમાઈ ગઈ હતી.
ક્યાં કામોની ચર્ચા સાથે બહાલી અપાઈ
– પાર નદીના કિનારા પર રીવરફ્રન્ટ બનાવવાની મંજૂરી તળાવ પર સાયકલ ટ્રેક અને બ્યુટીફીકેશનના કામો
– પશ્ચિમ વિભાગના લોકો માટે ઝોનલ કચેરી બનાવવી
– પાણી ગટર અને રસ્તાના કામોને બહાલી
– 2021 2022 ના વર્ષનું અંદાજપત્રને મજૂર કરાયું
– મચ્છી માર્કેટ બનાવવાનું કામ
– શહેરમાં વિવિધ વિસ્તારોમાં સીસી ટીવી કેમેરા
– અધ્યતન લાઈબ્રેરી માટે જ્ગ્યા ફાળવણી
– મોરારજી દેસાઈ હોલ અને સ્પોટર્સ કોમ્પ્લેક્ષને ભાડે આપવા


