– રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનું સરકારી તપાસમાં બહાર આવ્યું
નર્મદા : દેશના પ્રત્યેક બેરોજ ગારો ને રોજગારી મળી રહે એ હેતુથી કોંગ્રેસની UPA સરકારે મનરેગા યોજનાની શરૂઆત કરી હતી.પણ સરકારના અધિકારીઓ એ ધીમે ધીમે મનરેગા યોજનાની પરિભાષાને ભ્રષ્ટચાર માં જ બદલી નાખી છે.નર્મદા જિલ્લાની વાત કરીએ તો હાલમાં મનરેગા યોજના હેઠળ વિકાસ ઓછો અને ભ્રષ્ટાચાર વધુ થઈ રહ્યો છે.મનરેગા યોજનાની જો વિગતવાર વાત કરીએ તો પરિવાર દીઠ એક વ્યક્તિને રોજગારી આપવાની જોગવાઈ છે,અને મનરેગા યોજના હેઠળ એક મજુરે 8 કલાક કામ કરવાનું રહેતું હોય છે.
એની જગ્યાએ 1 મજૂર માંડ એક-બે કલાક કામ કરી 8 કલાકની હાજરીના પૈસા લઈ એમાંથી અમુક ટકા મનરેગા એજન્સીના અધિકારીઓને આપતા હોવાની ચર્ચાઓ જોર સોરથી ચાલી રહી છે.મનરેગા યોજના અંતર્ગત કામ કરતી જે તે એજન્સીએ કામ અને મસ્ટરની નિભાવણી યોગ્ય રીતે થાય છે કે નહીં એની દેખરેખ રાખવા ગ્રામ રોજગાર સેવકની અને દર 40 મજૂરો દીઠ એક મેટની નિમણૂક કરવાની હોય છે.એની જગ્યાએ 200 મજૂરો દીઠ એક મેટની નિમણૂક કરાતી હોવાની તથા મેટની નિમણૂક પામેલો વ્યક્તિ મસ્ટર અને મજૂરોની હાજરી પત્રક યોગ્ય રીતે નિભાવતો હોવાની બુમો ઉઠી છે.


